Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૫૫ नववेला उत्ति पडिबोहिं पडिक्कमणे रविउदए देवपूजाए चेइयहरे भोयणकाले पच्चक्खाणे संज्झादेवपूयाए पडिक्कमणे सुवणेत्ति नववाराउ चीवंदणा गिहीणं रविउदयअंत्थमणपूयाकाले मुत्तुं साहूणं सत्तवारा गिहीणं अप्पडिक्कमंताणं सत्त पंचवा वारा तिसु वा संज्झासु तिणि वारत्ति ।
ભાવાર્થ :- નવ વેળા ચૈત્યવંદના કરવી તે કહે છે - સૂઈ ઊઠી જાગે તે પડિબોથ કહીએ તે સમયે ચૈત્યવંદના કરવી, એથી એનું નામ ઉપચાર પડિબોથ કહીએ એમ સર્વત્ર જાણવું ૧. બીજી પડિક્કમણામાં ર ત્રીજી સૂર્યઉદયે ૩ ચોથી દેવપૂજામાં ૪ પાંચમી ચૈત્યમાં પ છઠ્ઠી ભોજનકાલના પચ્ચખાણમાં ૬ સાતમી સંધ્યા વખતે દેવપૂજામાં ૭ આઠમી પડિક્કમણામાં ૮ નવમી સૂવાની વખતે ૯ એ નવ વાર ચૈત્યવંદના ગૃહસ્થને અને રવિ ઉદય અને અસ્તગત પૂજાકાળ બે મૂકી સાધુઓને સાતે વેળા, ગૃહસ્થ પડિક્કમણું ન કરે તો સાત અને ઉભય સંધ્યા પૂજા વિના પાંચ વેળા, ત્રણ સંધ્યાએ કરે તો ત્રણ વાર પણ હોય. તથા “પ્રતિક્રમણમાં સામાન્ય વિધિએ ચૈત્યવંદના સંભવે, પણ વિશેષ વિધિએ ન સંભવે”. એ પાઠમાં રવિ ઉદયવેળા તથા અસ્તગતવેળા સાધુને ચૈત્યમાં કારણ વિના જવાય નહીં તે માટે ચૈત્યવંદના વર્જી તે વિસ્તારે ચૈત્યવંદનાના કારણથી અર્થાત્ રવિ ઉદય અને અસ્તગત વેળાએ જૈનસિદ્ધાંતોમાં પ્રતિક્રમણનો આદિઅંત કહ્યો છે ને પ્રતિક્રમણના આદિ-અનંમાં પૂર્વોક્ત ગ્રંથોના ન્યાયથી જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના સિદ્ધ થાય છે. તેથી સાધુને સાત વાર ચૈત્યવંદના કહી ને શ્રાવકને મહાભાષ્યાદિકમાં પૂજા અવસરે વિસ્તારે ચૈત્યવંદન કરવી કહી છે. તેથી વિધિપ્રપાકારે સવાર-સાંજ ચૈત્યવંદનામાં પૂજા શબ્દ ગ્રહણ કર્યો છે.
તથા શ્રી દેવસૂરિજીકૃત દિનચર્યામાં અહોરાત્ર સાત વારની ચૈત્યવંદનામાંથી ત્રિકાલ જિનચૈત્યની વંદના બીજી ચૈત્યવંદના મધ્યે ગણી છે. તે પાઠ :