Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૨૫ संथवकिच्चति सुगमं कालमागमप्रतीतं संपडिलेइएत्ति संप्रत्युपेक्षते कोऽर्थः प्रतिजागर्ति उपलक्षणत्वाद्गृह्णाति च एतद्गतश्च विधिरागमादवसेयः ।
સંક્ષેપ ભાવાર્થ - થંડિલ માત્રાની ભૂમિ દેખીને ૨૪ માંડલા કરીને બધા દુઃખના નાશને કરનારો એવો કાઉસ્સગ્ન કરે. તે કાઉસ્સગ્નમાં જ્ઞાનદર્શન-ચારિત્રના અતિચાર ચિંતવે. એ પ્રથમ કાઉસ્સગ્ન પ્રતિક્રમણ ઠાવ્યા પછીનો છે. પછી ચોવીસત્યો, વાંદણા દઈ પડિક્કમણસૂત્ર કહી ગુરુને વાંદીને અનુક્રમે ત્રણ કાઉસ્સગ્ન કરી સિદ્ધાણં બુદ્ધાણં કહે પછી કાળ ગ્રહણ કરે તે વિધિ આગમથી જાણવી એ પાઠમાં પણ દેવની પ્રતિક્રમણના આદિમાં ચોથી થઈ સહિત ત્રણ યુઈની ચૈત્યવંદના તથા અંતમાં શ્રુતદેવીક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ કહ્યો નથી. તથા ઉત્તરાધ્યયનલઘુવૃત્તિ. તેનો પાઠ :
तओति ततः प्रश्रवणादिभूमिप्रतिलेखनानंतरं प्रतिक्रम्य निःशल्यो मायादिशल्यरहितः सूचकत्वात् सूत्रस्य वंदनकपूर्वकं क्षमयित्वा वंदित्वा ततो गुरुं कायोत्सर्गं चारित्रदर्शनज्ञानशुद्धिनिमित्तं व्युत्सर्गत्रयलक्षणं जातौ चैकवचनं थुईमंगलं च काऊणमिति स्तुतिमंगलं स्तुतित्रयरूपं कृत्वा कालं संप्रत्युपेक्षते । कोऽर्थः ? प्रतिजागर्ति उपलक्षणत्वाद् વૃદ્ધાતિ વ છા
અર્થ :- માંડલા ૨૪ કરી શલ્યરહિત કાઉસ્સગ્ગ પારી ગુરુને વાંદી પ્રતિક્રમણ કરી અનુક્રમે ચારિત્ર-દર્શન-શ્રુતના ત્રણ કાઉસ્સગ્ન કરી ત્રણ થઈરૂપ મંગલ કરીને એટલે સિદ્ધોની ત્રણ થઈ કહીને કાલ ગ્રહણ કરે. એ સામાન્ય વિધિના પાઠમાં પણ દેવસી પ્રતિક્રમણના આદિમાં ચોથી થઈ સહિત ચૈત્યવંદના કહી નથી, ને અંતમાં શ્રુતદેવી પ્રમુખના કાયોત્સર્ગ કરવા કહ્યા નથી. તથા ઉત્તરાધ્યયન અન્યવૃત્તિ. તે પાઠ :
ततः प्रश्रवणभूमि प्रतिलेखनानंतरं कायोत्सर्ग सर्व्वदुःखविमोक्षणं कुर्यात् देसियं ति तुत्ति प्राकृतत्वाद्वकारलोपः दैवसिकमतिचार