Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૩૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર जो होज्जओ गाहा० ॥५५॥ व्या. - परिस्संतो पाहुणगादि सोवि सज्झायज्झाणपरो अच्छड़ जाहे गुरु ठंति ताहे तेवि बालादिया ठायंति ॥५५॥
एएणं विहिणा आवस्सयं तु गाहा० ॥५६॥
व्या. - जिणेहिं गणहराणं उवइटुं ततो परम्पराए णं जाव अम्हं गुरूवएसेणं आगयं तं काउं अन्ना तिन्नि थुईओ करेति अहवा एगा एगसिलोगिय बितिया दुसिलोगिया ततिताय तिसिलोगिया तेसिं समत्तीए कालपडिलेहणविही इमा कायव्वा ॥१२॥
ભાવાર્થ :- સૂર્યાસ્ત થયા પછી આવશ્યક કરે તે બે પ્રકારે એક તો વ્યાઘાત એટલે ગુરુ કોઈને ઉપદેશ કરતાં હોય ત્યારે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવાનો વ્યાઘાત છે. કેમ કે જે કાળે જે કરવું ઘટે તે તે કાળે ન થાય તે વ્યાધાત કહીએ. બીજો નિર્બાઘાત તે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું તેમાં જે નિર્વાઘાત હોય ત્યારે તો બધા સાધુએ ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું, વ્યાઘાત હોય તો ગુરુ અને ગુરુનો વૈયાવચ્ચી એ બે પછી કરે, બીજા બધા ગુરુ પહેલાં થાપના માંડીને કરે તે એવા બેસે કે કોઈને આડ ન પડે, તેવી રીતે બેસી ગુરુને પૂછીને ગુરુના નજીકના તથા દૂર બેસીને પ્રતિક્રમણ કરવું. કરેમિ ભંતે સામાઇયં ઇત્યાદિ કહી કાઉસ્સગ્ન કરવો તેમાં દેવસીના અતિચાર ચિંતવે તથા સૂત્રના અર્થ વિચારે. જયાં સુધી ગુરુ સામાયિકમાં કાઉસ્સગ્ન ન પારે ત્યાં સુધી કાઉસ્સગ્નમાં રહે ને અતિચાર ચિંતવે.
બીજા આચાર્ય એમ કહે છે કે તો વ્યાઘાત હોય ત્યારે બધા કાઉસ્સગ્ન કરી સૂત્રો ચિંતવે જયારે ગુરુ સામાયિકના ઉચ્ચારે ત્યારે તે પણ સામાયિક કરીને કાઉસ્સગ્ન કરે બીજા પ્રાહુણા તથા બાળક પણ ગુરુની સાથે કરે એમ એ વિધિએ આવશ્યક કરીને તીર્થકરે ગણધરોને કહ્યું, પછી પરંપરાથી થાવત્ અમારા ગુરુને ઉપદેશ કરી આવ્યો તે કરીને બીજી ત્રણ થોય કરીએ છીએ, અથવા એક શ્લોકની પહેલી, બે શ્લોકની બીજી, ત્રણ શ્લોકની ત્રીજી તે પતી ગયા પછી કાલપ્રતિલેખના તે વિધિ એમ છે એ પાઠમાં દેવસી પ્રતિક્રમણની વિધિ સામાયિકથી તે વદ્ધમાન ત્રણ સ્તુતિપર્યત છે પણ