Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૨૭ ચારિત્ર-દર્શન-જ્ઞાનના ત્રણ કાઉસ્સગ્ગ કરી ગુરુને વંદન કરીને સ્તુતિત્રણ સ્વરૂપે મંગલ કરે. પછી કાળ ગ્રહણ કરે. ઇતિ સંક્ષિપ્ત પાઠાથી
અહીં પણ દેવની પ્રતિક્રમણના આદિમાં ચોથી થોય સાથે ત્રણ થોયની ચૈત્યવંદના નથી ને છેલ્લે શ્રુત-ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ કહ્યો નથી. એમ જ શ્રી તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી ભાવવિજયજીકૃત ઉત્તરાધ્યયનટીકામાં પણ દેવસિ પ્રતિક્રમણના આદિ-અંતમાં ચોથી થોય સાથે ત્રણ થાયની ચૈત્યવંદના તથા શ્રુત-ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ તથા થોય કહેવી કહી નથી. તથા વળી તેમજ શ્રી ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રી લક્ષ્મીવલ્લભજી કૃત શ્રી ઉત્તરાધ્યયનવૃત્તિમાં પણ પૂર્વોક્ત પ્રમાણે દેવસિ પ્રતિક્રમણની આદિમાં ચોથી થાય સાથે ત્રણ થોયની ચૈત્યવંદના કહી નથી ને છેલ્લે શ્રુત-ક્ષેત્ર દેવીના કાયોત્સર્ગની થાય કહી નથી. તથા ચૌદપૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજી કૃત આવશ્યકનિર્યુક્તિ. તે પાઠ : ते पुण ससूरिएच्चिय पासवणुच्चारकालभूमीउ । पेहित्ता अत्थमए ठंतुस्सग्गं सउठाणे ॥१॥ जा देवसीयं दुगुणं चिंतेइ गुरु अहिंडउचिटुं । बहुवावाराईयरे एगगुणंता विचितंति ॥२॥ पव्वइयाणं च चिटुं नाऊण गुरुं बहुं बहुविहीयं । कालेण तदुचिएणं पारेइ यथोवचिट्ठो वि ॥३॥ नमुक्कारचउवीसगकिइकम्मालोयणं पडिक्कमणं । किइकम्मं दुरालोइए दुप्पडिकंतेय उस्सग्गो ॥४॥ एस चरित्तुस्सग्गो दसणसुद्धीयत इयओ होई । सुयनाणस्स चउत्थो सिद्धाणं थुईय किइकम्मं ॥५॥ सुकयं आणत्तिं वा लोए काऊण सुकय किइकम्मा । वटुंति तियाथुईओ गुरुथुईगहणे कए तिन्नि ॥६॥ અર્થ :- વળી, તે સાધુ સૂર્ય છતાં ઠલ્લા-માત્રાના માંડલા કરીને એટલે ભૂમિ શોધીને રહે એવામાં સૂર્યાસ્ત થયે આવી પ્રતિક્રમણ ઠાવી સામાયિક