Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૨૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દેવાનુપ્રિય ! વૃત્તિકાર અહીં ચૈત્યવંદનની વિધિ લખે છે તે વિધિવાદના સ્વરૂપે છે. અને વિધિવાદ હોય તે સાધારણ ઉત્સર્ગ-અપવાદ સાથે હોય. એટલે વિધિવાદમાં ઉત્સર્ગક્રિયા સૂચન કરે અને અપવાદક્રિયા સૂચન કરે અથવા અપવાદ તે કારણ એવું જંબૂદીપપ્રજ્ઞપ્તિના વૃત્તિકાર લખે છે. તેથી અમે અહીંયાં વૃત્તિકારોના આશયથી જ શુદ્રોપદ્રવ વિદ્રાવણી ચતુર્થસ્તુતિ સાધુને તથા શ્રાવકને પણ અપવાદને કારણે કહેવી લખીએ છીએ. ત્યારે કોઈ કહે વૃત્તિકારે અપવાદ કારણે કહી તોપણ નિરંતર ચતુર્થસ્તુતિ કહેવી સિદ્ધ થાય. કેમ કે સાધુને અપવાદ છે કારણના સિદ્ધાંતોમાં ભોજન લેવું કહ્યું છે, પણ નિરંતર ભોજન કરે છે. તેની પાછળ, તેને કહીએ દેવાનુપ્રિય ! સિદ્ધાંતોના રહસ્ય અનેક પ્રકારના છે. ઓળખવામાં સમજ પડે માટે ઓળખવાને માટે અમુક વિચારો લખીએ છીએ :
उस्सग्गसुअ किंची, अववाइयं भवे सुत्तं । किंची तदुभयसुत्तं, सुत्तस्स गमा मुणेयव्वा ॥१॥
उत्सर्गसूत्रं १ अपवादसूत्रं २ तदुभयसूत्रं द्विधा उत्सर्गापवादिकं ३ अपवादौत्सर्गिकं । ४ एते सूत्रस्य गमाः प्रकाराश्चत्वारः अथवा गमा नाम द्विरुच्चारणीयानि पदानि तेनौत्सर्गौत्सर्गिकं ५ अपवादापवादिकं ६ नो कल्पयते साधोर्गोचरी पर्यटतो गृहद्वयापांतराले निषीदनमित्युत्सर्गसूत्रं १ त्रयाणां पुनः कल्पते इत्यपवादसूत्रं २ नो कप्पइ राओ वा विआले वा सेज्जासंथारयं पडिगाहित्तए नन्नत्थ एगेणं पुव्वपडिलेहिएणं सिज्जासंथारएणं इहमुत्सर्गापवादिकं ३ यत्पुननिर्ग्रन्थीनां कल्पते पक्वं तालप्रलंबं विधिभिन्नं नाविधिभिन्नमित्यपवादौत्सर्गिकं ४ नो कप्पइ असणं वा पाणं वा खाइमं वा साइमं वा पढमाए पोरिसीए पडिग्गहित्ता पच्छिमपोसिं उवाइणावित्तए स अ आहच्च उवाइणाविएसि - आजोतुं भुंजंतं वा साइअइ सेआवज्जइ चाउम्मासि परिहारट्ठाणमित्युत्सर्गौत्सर्गिकं ५ तथा येषु सूत्रेषु अपवादो भणितस्तेष्वेवार्थतः पुनरनुज्ञा प्रवर्तते तानि अपवादा