Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૪૯ स्वरूपं प्रणिधानं करणीयं । पुनः क्षमाश्रमणं दत्वा इच्छाकारेण संदिसह भगवन् स्तवन भणउं इति भणित्वा स्तोत्रं भणनीयं, ततो मुक्ताशुक्रिमुद्रया जयवित्ति जयवीयरायेत्यादि तृतीयं प्रार्थनालक्षणं प्रणिधानं विधेयमिति पणदंडथुईचउक्कगथुई पणिहाणेहिं उक्कोसत्ति प्रागुक्तक्रमप्रतिपादिका गाथा भणनीया ॥
એ પૂર્વોક્ત સંઘાચારવૃત્તિના પહેલા પાઠમાં તો પૂર્વધરઅનુયાયી સ્તવસ્તુતિએ પૂજા અવસરે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના દર્શાવી અને બીજા પાઠમાં ચોથી થોય સાથે ત્રણ થોયની ચૈત્યવંદના દેરાસરમાં કહી તે પણ ત્રિકાલ શ્રાવકને પૂજા અવસરે જણાવી. કેમ કે સ્તોત્રપ્રણિધાન સહિત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના મહાભાષ્યકારાદિકે દેરાસરમાં કરવી કહી છે. પણ પ્રતિક્રમણમાં કરવી કહી નથી.
તથા સંવત ૧૯૪૩ના ફાગણના ચોમાસામાં અમારા ગુરુ ક્રિયાશુદ્ધિઉપકારક શ્વેતાંબરાચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી રાધનપુરનગરમાં હતાં તે અવસરમાં એક શ્રાવકના ઘરમાં તાડપત્રો પર લખેલી સંઘાચાર નામની લઘુભાષ્યની વૃત્તિ હતી. તે વૃત્તિ કોઈ શ્રાવકે અમારા ગુરુને દષ્ટિગોચર કરીને કહ્યું કે, સાહેબ આ પુસ્તકમાં શો અધિકાર છે ? ત્યારે તે પ્રતને વાંચીને તે શ્રાવકને કહ્યું કે આ ચૈત્યવંદનલઘુભાષ્યની સંઘાચાર નામની ટીકા છે. એમાં પૂજા પ્રમુખ ચૈત્યવંદનાનો અધિકાર છે, ને એમાં ૨૫૯ ના પત્રમાં સિદ્ધાણં બુદ્ધાણંની તારેઈનર વ નારિ વા યાવત્ ત્રણ થોયો ટીકાકારે નિચેથી કહેવી કહી છે અને તેની ફિલ્વાએવા આવશ્યકચૂર્ણિના વચનથી શેષ થોયો ઇચ્છા હોય તો કહે અન્યથા ન કહે, તેનો નિયમ નથી. અને (૩૦૪) ના પત્રમાં શુદ્રોપદ્રવ ઉડાવવા માટે વેયાવચ્ચગરાણું કહેવું કહ્યું છે એવું કહ્યાં છતાં ત્યાં કોઈક શ્રાવક બેઠો હશે તેણે પોતાને યાદ રાખવા પોતાની બુદ્ધિમાં યાદ રહ્યું તે પ્રમાણે પોતાની લખવાની ઘાઠીએ ચિઠ્ઠી લખીને તે પુસ્તકના પત્ર ઉપર ચોંટાડી હશે. તે ચિઠ્ઠી અમોએ તો નજરે દેખી નથી પણ આત્મારામજીના લખવા પ્રમાણે તે ચિટ્ટીની નકલ અમો અહીં લખીએ છીએ.