Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૦૯ દેવતાની સહાય લેવી તથા વાંદવા-પૂજવા નિષેધ્યા છે. તદનુયાયી પૂર્વધર પશ્ચાત્કાળવાર્તા બહુશ્રુત આચાર્યોના ગ્રંથોમાં પણ “વંત્Uાવત્તિયા, ફત્યાદ્રિ ન પચતે તેષામવિરતત્વીત્ '' ઇત્યાદિ વચનથી પૂર્વોક્ત સમ્યગ્દષ્ટિ દેવતાને પણ વાંદવા-પૂજવા નિષેધ્યા છે ને ચોથી થોયમાં તો તે પૂર્વોક્ત દેવતાઓને વાંદવા-પૂજવા તથા તેઓની સહાય યાચના પ્રમુખ કહ્યા છે.
પ્રશ્ન :- એ પૂર્વોક્ત દેવતાની સહાય લેવી તથા તેમને નમસ્કાર કરવો ચોથી થઈમાં ક્યાં ક્યાં કહ્યો છે ?
જવાબ :- બીજ પ્રમુખ તિથિઓની ચોથી થોયમાં તથા અન્ય થોયો બહુ ઠેકાણે કહ્યો છે. તે પાઠ :
ગજગામિની કામિની કમલ સુકોમલ ચીર, ચકેસરી કેસરી સરસ સુગંધ સરીર, કર જોડી બીજે હું પ્રણમું તલ પાય, એમ લબ્ધિવિજય કહે પૂરો મનોરથ માય જા. તથા - રૂમઝૂમ કરતી ચરણે નેઉર દેવી દિસે રૂપાલીજી, નામ ચક્કસરી સાન્નિધ્યકારી સહુ સંઘની રખવાલીજી, વિદન કોડ હરે એક પલમાં જે સેવે એના પાયજી, નયવિજય ને ભાણવિજયની સાંનિધ્ય કરજ્યો માયજી ||૪| ઇત્યાદિક અનેક થીયોમાં દેવીઓને દરરોજ વંદન-પૂજન પ્રમુખ કહ્યાં છે કે કેટલાંક લખીએ ?
પૂર્વપક્ષ :- લબ્લિવિજય તથા ભાણવિજય પ્રમુખ કોઈ અણઉપયોગી પુરુષોએ એવી થોયો કરી તેથી શું પૂર્વોક્ત દેવતાઓના વંદન-પૂજન વગેરે સિદ્ધ થાય ? પરંતુ ન થાય, પણ પૂર્વાચાર્યોની કરેલી ચોથી થોયમાં તો વંદન-પૂજન-સહાય લેવી કહી નથી, તે તમો કેમ માનતાં નથી ?
ઉત્તરપક્ષ:- ગ્વાલિયરના આમરાજા, તેના પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટિસૂરિ મહાપ્રભાવક થયા. તેમનો જન્મ વિક્રમ સંવત ૮૦૨માં થયો છે. તેમણે એક તીર્થકરના નામથી તથા સંબંધથી પહેલી થોય, બીજી બધા તીર્થકરોની,