Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૧૩
પરંપરાએ ચાલતી આવતી ત્રણ થોયની ચૈત્યવંદનાને ઉત્થાપીને પ્રતિક્રમણસામાયિકમાં કારણ વિના ચોથી થોય સ્થાપન કરે છે, તેમ અમો સ્થાપન કરતાં નથી.
પ્રશ્ન :- કારણ વિના પૂર્વોક્ત દેવતાઓને નમસ્કાર વગેરે કરતાં મિથ્યાત્વ લાગે, કેમ કે પૂર્વોક્ત દેવતાઓને જૈન સિદ્ધાંતોમાં અવ્રતી, અપચ્ચક્ખાણી કહ્યાં છે અને અવ્રતી અપચ્ચક્ખાણીને શ્રી જ્ઞાતાજી પ્રમુખ સિદ્ધાંતોમાં વાંદવા-પૂજવા નિષેધ કર્યા છે, તો આગમનિષેધ પૂર્વોક્ત દેવતાઓને કારણે પણ નમસ્કાર વગેરે કરતાં મિથ્યાત્વ કેમ ન લાગે ?
જવાબ :- હે ભવ્ય ! ‘‘મુળાઽહિય વંવે’’ એવા જૈનસિદ્ધાંતોના વચનથી અવ્રતી અપચ્ચક્ખાણીને વાંદવા-પૂજવાથી મિથ્યાત્વ લાગે, પણ અવ્રતી અપચ્ચક્ખાણી દેવ બે પ્રકારના જૈન સિદ્ધાંતોમાં કહ્યા છે. (૧) સમ્યગ્દષ્ટિ અને (૨) મિથ્યાદષ્ટિ. ત્યાં જિનયક્ષ-યક્ષિણી પ્રમુખ તથા પૂર્વોક્ત બ્રહ્મશાંતિ આદિ પ્રવચનભક્ત દેવતા તે સર્વે સમ્યગ્દષ્ટિ છે અને ગોગા, આસપાલ, પાદરદેવતા, ક્ષેત્રદેવતા પ્રમુખ સર્વે પ્રાયે મિથ્યાદષ્ટિ દેવ છે. ત્યાં મિથ્યાદષ્ટિ દેવતાઓને તો ઇહલોકાર્થે તથા પરલોકાર્થે કારણે-અકારણે વાંદવા-પૂજવામાનવાથી મિથ્યાત્વ લાગે જ અને સમ્યગ્દષ્ટિ દેવતાઓને સંઘાદિ કાર્ય સ્વરૂપ કારણ વિના ઇલોકાર્થે વાંદવા-પૂજવા-માનવાથી મિથ્યાત્વ પ્રસંગ દોષ લાગે.
तथा चोक्तं श्रीतपागच्छनायक श्रीहीरविजयसूरीश्वरजीशिष्यमहोपाध्यायश्रीकीर्तिविजयजीकृततच्छिष्यमहोपाध्याय श्रीविनय
विजयजीसंशोधितश्रीविचाररत्नाकरे तत्पाठः
अथ लोकोत्तरमिथ्यात्वस्वरूपं लिख्यते
लोकोत्तरदेवगतं परतीर्थिकसंगृहीतजिनबिंबार्चनादि सप्रत्ययश्रीशांतिनाथपार्श्वनाथादिप्रतिमानामिहलोकार्थं यात्रोपयाचितादिमाननादि च । लोकोत्तरगुरुगतं च लोकोत्तरलिंगेषु पार्श्वस्थादिषु गुरुत्वबुद्ध्या वंदनादिगुरुस्तूपादावैहिकफलार्थं यात्रोपयाचितादि च ननु यथा