Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૧૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર થાય એકવીસમીમાં – કાલી નામની દેવી તે ‘વઃ' કહેતાં તમારા “વિપક્ષ કહેતાં શત્રુના સમુદાયને “દલચંતુ' કહેતાં નાશ કરો. / ૨૧|
થોય બાવીસમીમાં – અંબા નામની દેવી “ના” કહેતાં અમારે માટે વારંવાર ઐશ્વર્યનો વિસ્તાર કરો. /૨૨ા.
થાય ત્રેવીસમીમાં - વૈદ્ય નામની દેવી ‘તાં કહેતાં તને ત્રાસાનું કહેતાં સંસારરૂપ ભયથી “ત્રાયતા' કહેતાં રક્ષણ કરો. ૨૩
થોય ચોવીસમીમાં - હે અંબા નામની દેવી તું અત્યંત પ્રધાન ભવ્ય પ્રાણીઓને “અવ' કહેતાં રક્ષણ કર. |૨૪ll
એવી રીતે પૂર્વાચાર્યોએ એમ ચોથી થોયમાં નમસ્કાર વગેરે કહ્યાં છે તો લમ્બિવિજયજી, ભાણવિજયજી અણઉપયોગી થયા તેમ તમારા કહેવા પ્રમાણે પૂર્વાચાર્ય પણ અણઉપયોગી થયા. કેમ કે તે પુરુષ પણ પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે વર્તતા હતા. પણ સ્વકપોલકલ્પિત મનોમતિ આત્મારામજી આનંદવિજયજી જેવા તથા તમારા જેવા જેવા તેવા બોલવાવાળા તે પૂર્વાચાર્ય તથા પૂર્વપુરુષ નહોતા. કેમ કે તે પૂર્વાચાર્ય તથા પૂર્વપુરુષો તો મહાઉત્તમ ઉપયોગી વિચક્ષણ હતા. પણ તમારા જેવા મંદમતિ નહોતા. તેથી કોઈ બુદ્ધિવાન પુરુષ તમારા સરખાને અણઉપયોગી કહે તો ચાલે, પણ તે મહાપુરુષોને અણઉપયોગી કહેવાને તો તમારા સરખા દીર્ધસંસાર, અધમાધમ ગતિવાળાઓની જ જીભ ચાલે. કેમ કે પૂર્વાચાર્ય તથા પૂર્વપુરુષ તો તમારા જેમ સામાયિક-પ્રતિક્રમણમાં ચોથી થોય કહેતાં ન હતાં તેમ સામાયિકપ્રતિક્રમણમાં તમારા સરખાને કહેવાને અર્થે પણ તે મહાપુરુષોએ થયો બનાવી નથી. તે મહાપુરુષોએ તો “પ્રવીતિયત્નોરૂં થોથો પર થથ'' ઇત્યાદિ પૂર્વધર પુરુષોને વચનને અનુસાર પૂર્વોક્ત શોભનસ્તુતિ પ્રમુખ સ્તુતિઓ સ્તોત્રરૂપે બનાવી છે તે ત્રણને ઠેકાણે ત્રણ થાય અને પૂજા-પ્રતિષ્ઠા વગેરે કારણે તથા વિજ્ઞોપશમના વગેરે કારણે ચોથી થાય કહેવાને બનાવી છે. પણ પૂર્વોક્ત કારણ વિના પૂર્વાચાર્યોએ ચોથી થાય કહેવાને બનાવી નથી. તે માટે પૂર્વોક્ત કારણે ચોથી થાય અમો માનીએ છીએ. પણ આત્મારામજી આનંદવિજયજી પૂર્વધર તથા પૂર્વાચાર્યોની