Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૬૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર જાનું કહેતાં સાથળ એ પાંચ અંગ નમાવવાથી પંચાંગ પ્રણામ હોય. ////
તથા દંડક અરિહંતચેઇયાણ ઇત્યાદિ ચૈત્યસ્તવરૂપ સ્તુતિ પ્રસિદ્ધ છે તે તેમને અંત કહેવાય છે તે બેઉ યુગલ અથવા એ બેઉનું યુગલ એ મધ્યમ ચૈત્યવંદન છે એ વ્યાખ્યાન આ કલ્પભાષ્યગાથા આશ્રિત થઈને કરે છે. તે જ કહે છે. નિસ્સકડ ઇત્યાદિ ગાથાનો અર્થ પૂર્વ પેઠે જાણવો. તે માટે દંડકના અવસાનમાં (અંતમાં) એક થાય જે કરાય છે એ દંડકસ્તુતિયુગલ થાય છે. નેરો.
તથા પાંચ દંડક શકસ્તવ ૧ ચૈત્યસ્તવ ૨ નામસ્તવ ૩ શ્રુતસ્તવ ૪ અને સિદ્ધસ્તવ પ એ પાંચ દંડકોએ કરીને અને થોય ચાર કરીને સ્તવન કહેવું, જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાને કરીને, એ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના છે. એવું વ્યાખ્યાન કોઈ કરે છે. તિ િવા ઇત્યાદિ ગાથાર્થ પૂર્વવત્. પાણી મુકુત્તી એ કલ્પગાથા વચનઆશ્રિત થઈને કરે છે. lal
વંદનકચૂર્ણિમાં પણ કહ્યું છે તે ચૈત્યવંદના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારે છે. તે વાસ્તે કહ્યું છે નવા નન્ના ઇત્યાદિ ગાથા. ત્યાં નવકાર એક શ્લોક ઉચ્ચારણથી પ્રણામ કરવે કરીને જઘન્ય ચૈત્યવંદના હોય. તથા અરિહંત ચેઇયાણ ઇત્યાદિ દંડક પઢીને કાયોત્સર્ગ પારીને થાય કહે છે તે દંડક અને થોય યુગલ બેએ કરીને મધ્યમચૈત્યવંદના હોય. કહ્યું છે કલ્પમાં નિસ્સકડ ગાથાથી તથા શકસ્તવાદિ દંડક પાંચ અને થોય ચાર પ્રણિધાન કરવાથી એ સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના હોય. અન્ય આચાર્ય કહે છે કે એક શકસ્તવે કરીને જધન્ય ચૈત્યવંદના, બે-ત્રણ શકસ્તવે કરીને મધ્યમ ચૈત્યવંદના અને ચાર-પાંચ શકસ્તવે કરીને ઉત્કૃષ્ટ ચૈત્યવંદના છે. ////.
એ પાઠમાં કલ્પભાષ્યોક્ત ત્રણ થોયથી મધ્યમ ચૈત્યવંદના કહી અને પૂજા અધિકારમાં વંદનાના પ્રકાર બતાવવાથી ચોથી થોય સહિત ત્રણ થોયની ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. એ ધર્મસંગ્રહપ્રકરણ સ્વોપજ્ઞવૃત્તિ શ્રી હીરસૂરીશ્વરજી પટ્ટે શ્રી સેનસૂરીશ્વરજી તત્પટ્ટે શ્રી વિજયતિલકસૂરિજી તત્પટ્ટ વિજયાનંદસૂરિજીના તત્પષ્ટ વર્તમાન શ્રી વિજયરાજસૂરિજીને વારે શ્રી