Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૯૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૩) વળી ત્રીજા સાક્ષી સાધુ છે. તે અતિશય જ્ઞાનવંત સાધુ મુનિરાજો તથા બીજા મુનિરાજો જે દીક્ષાપ્રતિપત્તિની વખતે નજીક હોય તેઓ સાક્ષી
(૪) ચોથા દેવતા સાક્ષી, તે ભવનપતિ વગેરે. તેઓ જિનમંદિરના અધિષ્ઠાયક દેવો અથવા લોકમાં સંચરવાવાળા દેવો છે તે, તથા દીક્ષા પ્રાપ્તિની વખતે અનુક્રમે કરાતાં ચૈત્યવંદન વગેરે ઉપચારથી નજીક આવેલા દેવો, એટલે દીક્ષા લેવાને અવસરે સમવસરણવિધિ અનુસાર શ્રી પંચાશકાદિ સમવસરણ આહ્વાન મંત્રોપચારથી તથા તે અવસરે જિનપૂજા કરીને ચૈત્યવંદના અવસરે સમ્યગ્દષ્ટિ દેવોની ગુણવર્ણનાત્મક સ્તુતિ કહે છે તે વગેરે ઉપચારથી આવેલા દેવો, અથવા પોતાને સ્થાને રહ્યાં છતાં પણ કોઈપણ રીતે દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જોતાં દેવો, તે દેવસાક્ષી કહીએ. વળી, ચૂર્ણિકાર પણ એમ જ કહે છે – વિરતિ પ્રતિપત્તિ કાળે ચૈત્યવંદન વગેરે ઉપચાર કરીને અવશ્ય નજીક રહેલા દેવતા સંનિધાન હોય તેથી દેવસખિયે કહ્યું. અથવા ભવનપતિ-વાણવ્યંતર-જયોતિષી અને વૈમાનિકદેવતા, પોતાને સ્થાને રહ્યાં જ થયાં પ્રયુજિત અવધિજ્ઞાને કરીને દ્વીપ, દીપપર્યવપ્રતિ, સમુદ્ર, સમુદ્ર પર્યવપ્રતિ ઘણા નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવાદિકોના વિવિધ ભાવસંપ્રયુક્ત દેખતાં થકાં સાધુને પણ પ્રાણાતિપાત વિરતિ પ્રતિપદ્યમાનને દેખે, વિશેષ તિર્યજ઼ભકદેવ દિવસે તથા રાત્રે દિશિવિદિશિને વિશે સંચરે, તેમની સાક્ષી તે દેવસાક્ષી.
(૫) પાંચમી આત્મસાક્ષી તે એ કે, આત્મા એટલે પોતાનો જીવ, જે પોતાના ખરા સ્વરૂપને ઓળખીને વિરતિ પરિણામે પરિણમ્યો છે તે આત્મા જેમાં સાક્ષી છે તે આત્મસાક્ષી કહીએ.
ઉપર લખ્યા પ્રમાણે પાંચ સાક્ષી થયા અને આ લોકને વિશે આટલી સાક્ષી સમક્ષ કરેલું અનુષ્ઠાન અત્યંત દઢ થાય છે. તેથી સાક્ષી પ્રતિપાદન કર્યા. તે પણ જુદા જુદા પ્રતિપાદન કર્યા એ ઉપરથી એમ થયું કે સસાક્ષિક જ વ્યવહાર નિશ્ચલ થાય છે.
એ પાઠમાં દેવસાક્ષી કારણે ચોથી થાય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના