Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૦૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અર્થાત્ પૂર્વકાળમાં વિપ્ન આવ્યા થકાં યદાકદા એકવાર કાયોત્સર્ગ કરવાથી તે દેવતા ઉપદ્રવનાશનાદિ કાર્ય કરતાં હતાં અને આગળના કાળમાં કાળદોષથી વિપ્ન આવ્યા ત્યારે યદાકદા કાયોત્સર્ગ કરવાથી તે દેવો સાંનિધ્ય કરતાં નથી, તે માટે ઉપદ્રવ આવ્યો જાણી તે દિવસથી માંડીને ઉપદ્રવ વિનાશ થાય ત્યાં સુધી દરરોજ પ્રતિદિન કાયોત્સર્ગ દ્વારા જાગ્રત કર્યા થકાં તે દેવ સાંનિધ્ય કરે છે. તે વાતે દરરોજ કાયોત્સર્ગ કરે છે. તે દરરોજ કાયોત્સર્ગના કરવાથી વિશિષ્ટ અતિશયવંત વૈયાવૃત્યકરાદિ દેવ જે છે તે જાગ્રત થાય છે, ઉપદ્રવ આવ્યા ત્યારે નિઃકેવળ વૈયાવૃત્ય કરવાવાળા દેવતાઓના જ કાયોત્સર્ગ નથી કરતાં, કેમ કે આદિ શબ્દના ગ્રહણથી શાંતિકરાણે આદિ પણ ગ્રહણ કરવા. તથા પ્રભૂતકાલાત્ અર્થાત્ દિવસ કાર્યોથી સાંપ્રત કાળમાં ઉપદ્રવનો નાશ થાય તે વાસ્તુ વિજ્ઞસંભવ થયાં પૂર્વોક્ત દેવતાઓ દરરોજ કાયોત્સર્ગ કરે છે. એ ગાથાર્થ છે. //1003 એવી રીતે સ્થિત સિદ્ધ થયાં શું કરવું? તે કહે છે - વિપ્નવિઘાતનને વાસ્તે, આત્માને ઉપસર્ગનિવારણ હોવાથી અને જિનગૃહની રક્ષા કરવાથી, વળી દેવભવનની પાલન કરવાથી દરરોજ એ દેવતાઓની પૂજા કરવી જોઈએ. આદિ શબ્દથી તેમના કાયોત્સર્ગ પૂજા અવસરે કરવા જોઈએ. કોણે કરવા જોઈએ ? ધાર્મિક જનોને. અહીં એ અભિપ્રાય છે કે મોક્ષને અર્થે એ પૂર્વોક્ત દેવતાઓની પૂજા તથા કાયોત્સર્ગ વગેરે કરે તો અયુક્ત છે, પરંતુ વિનનિવારણાદિકને નિમિત્ત કરે તો કંઈ અયુક્તા નથી. ઉપદ્રવપ્રવૃત્તિ નિવારણ હોવાથી તથા ઉચિતપ્રવૃત્તિને અર્થે પૂજા તથા પૂજાના અવસરે કાયોત્સર્ગ કરવા યુક્ત જ છે. કિંચ શબ્દ અભ્યચયાર્થમાં છે, એ ગાથાર્થ // ૧૦૦૪ો અભ્યશ્ચય શેષ કહેવા યોગ્ય જે કહ્યું છે તે કહે છે : મિથ્યાત્વગુણસહિત પહેલા ગુણસ્થાનકમાં વર્તવાવાળા નરેશ્વર જે રાજાદિક તેમને પૂજા-પ્રણામરૂપ નમસ્કારાદિ કરે છે તે આ લોકના પ્રયોજનને અર્થે કરે છે, પરંતુ સમ્યક્તસહિત સમ્યગ્દષ્ટિ બ્રહ્મશાંત્યાદિક દેવતાઓની પૂજાપ્રણામ કાયોત્સર્ગ વગેરે જે કરે છે તે કાંઈ મૂઢ અજ્ઞાની કરતાં નથી. એ પ્રકારે ગાથાર્થ છે. ૧૦૦પા.