Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૦૫ એકાદશીઓમાં ઉપવાસ મૌનવ્રત કરે અને શ્રુતદેવતાની પૂજા કરે. શેષ તપવિધિ રૂઢિથી જાણવી. | હવે દેવતાને ઉદ્દેશીને યથોક્ત વિધીયમાન તપ કેમ થાય? એવી આશંકા કરીને કહે છે કે જે તપમાં કષાયનો નિરોધ છે, બ્રહ્મચર્યનું પાલન છે, જિનપૂજન હોય છે અને અનશન કહેતાં ભોજનનો ત્યાગ હોય તે સર્વ તપવિશેષ એટલે એ સર્વ તપ ભોળા લોકોમાં હોય છે. કેમ કે ભોળા લોક પ્રથમ એવા તપમાં પ્રવૃત્ત થયા વડે અભ્યાસના બળથી પછી કર્મક્ષય કરવા માટે પણ તપ કરવામાં પ્રવૃત્ત થાય છે, પરંતુ પ્રથમથી જ કર્મક્ષય કરવા માટે ભોળા હોવાથી પ્રવૃત્ત થતા નથી. અને જે સબુદ્ધિવાળા છે તે તો મોક્ષને અર્થે જ સર્વ અનુષ્ઠાન કરવા એવી બુદ્ધિએ કરીને તપ કરે. અર્થાત્ કર્મક્ષય કરવાને જ તપ કરે, પણ સંસાર આશંસાએ દેવતાને ઉદ્દેશીને તપ ન કરે. કહ્યું છે કે – ઉત્તમ પુરુષોની જે મતિ છે તે મોક્ષાર્થમાં જ ઘટે છે અને મોક્ષાર્થની જે ઘટના છે તે આગમવિધિએ કરીને જ છે. કેમ કે આગમવિધિ વિના જે આલંબન છે તે સર્વ અનાભોગહેતુ એટલે અજાણહેતુ છે. એ ગાથાર્થ છે. || એ પૂર્વોક્ત કથનથી એમ ન જાણવું કે દેવતાઓને ઉદ્દેશીને જે તપ કરવા તે ભોળા લોકોને સર્વથા નિષ્ફળ છે, અથવા આ લોકનું જ ફળ છે, પરંતુ ચારિત્રનો પણ હેતુ છે. હવે એ તપ ચારિત્રનો હેતુ કેવી રીતે છે? તે દેખાડે છે એમ ઉક્ત સાધર્મિક દેવતાઓના કુશળ અનુષ્ઠાનમાં નિરુપસર્ગાદિ હેતુએ કરીને પ્રતિપત્તિ એટલે તપરૂપ ઉપચાર કરીને તથા એ ઉક્તરૂપ કષાયાદિનિરોધરૂપી ઉપચાર કરીને તથા એ ઉક્તરૂપ કપાયાદિનિરોધરૂપી પ્રધાન તપથી પાઠાંતરે કરીને એમ ઉક્ત કહેવા પ્રમાણે કરવાથી માર્ગાનુસારી એટલે સિદ્ધિ પંથના અનુકૂળ અધ્યવસાયથી “ઘરઘાં ચારિત્ર” આપ્તનું કથન કરેલું ચારિત્ર બહુ મહાનુભાવ જીવોને પૂર્વકાળમાં પ્રાપ્ત થયું છે. એ ગાથાર્થ જાણવો || તથા સર્વાંગસુંદર થાય છે જે તપવિશેષથી, તે સર્વાંગસુંદર તપ કહેવાય. તથા શબ્દ છે તે સમુચ્ચયાર્થમાં છે. તથા જે “ના” કહેતાં રોગનો અભાવ થવો તે નીરુજ કહેવાય. તે જ શિખાની પેઠે શિખાપ્રધાન ફળે કરીને જ્યાં છે તે નીરુજશિખાતપ કહેવાય. તથા પરમોત્તમ ભૂષણ આભરણ હોય જેથી તે પરમભૂષણતપ જાણવો. ચૈવ શબ્દ સમુચ્ચયાર્થમાં છે. તથા જે