Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૦૧ એ પાઠમાં આશય એવો સંભવે છે કે પૂર્વકાળે પાક્ષિક, ચોમાસી અને સંવત્સરીના દેવસિ પ્રતિક્રમણના અંત ભાગમાં આજ્ઞાનિમિત્તે તથા કોઈ વિજ્ઞાદિક કારણ સંભવ થયે સાધુ ક્ષેત્રદેવી પ્રમુખનો કાયોત્સર્ગ કરતાં. અને સાંપ્રતકાળમાં આજ્ઞાનિમિત્તે તો તે જ પાક્ષિક પ્રમુખ દિવસમાં ક્ષેત્રદેવતા-ભવનદેવતાના કાયોત્સર્ગ કરવા, પણ વિનોપશામિની પૂજાપ્રતિષ્ઠા વગેરે કારણે તથા વિદ્ગવિનાશ કારણે તો જે દિવસથી પૂજાપ્રતિષ્ઠા વગેરેનો આરંભ થાય તથા ઉપદ્રવાદિકનો સંભવ થાય તે દિવસથી નિરંતર ક્ષેત્રદેવી પ્રમુખના પણ કાયોત્સર્ગ સાધુઓએ કરવા અને શ્રાવકજન જે તો પૂર્વકાળમાં તથા સાંપ્રતકાળમાં પૂજા વગેરે વિશિષ્ટ કારણે તથા વિદ્ધવિનાશ કારણે સમ્યગ્દષ્ટિ દેવતાઓની પૂજા પૂર્વકાળમાં કરતાં તેમજ સાંપ્રતકાળમાં પણ કરવી.
यदुक्तं चतुर्दशपूर्वधरनीभद्गबाहुस्वामिजीकृतपूजाप्रकीर्णे - गाथा - सम्मदिट्ठिदेवपूजा सड्डो कीरइ संघहेउणा । उवदव्ववाणकज्जं पुणो जिणबिंबपइट्ठाय ॥५०॥
ભાવાર્થ :- સંઘને કારણે ઉપદ્રવ વારવાને અર્થે તથા વળી જિનબિંબ પ્રતિષ્ઠામાં ઉપદ્રવો વગેરે વારવાને અર્થે સમ્યગ્દષ્ટિ દેવની પૂજા શ્રાવક કરે. તથા વળી જીવાનુશાસનના પૂર્વોક્ત પાઠમાં શ્રી દેવસૂરિજીએ કહ્યું છે કે પંચાશકજીમાં બ્રહ્મશાંત્યાદિકની પૂજાના વિધાન કહ્યા છે, તે પણ પ્રતિષ્ઠાપંચાશકમાં શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા અવસરે કહ્યા છે, પણ પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ વગેરે કરવા કહ્યાં નથી. અને શ્રી પંચાલકજીના ઓગણીસમા પંચાશકના પાઠનાં રોહિણી-અંબિકા પ્રમુખ દેવીઓના આરાધન અર્થે તપ પ્રમુખ કહ્યા છે તે ભોળા લોકોને અસત્ અભ્યાસ છોડાવી સતત અભ્યાસમાં પ્રવર્તાવવાને કારણે એટલે લૌકિકમિથ્યાત્વપ્રવૃત્તિ છોડાવી લોકોત્તર પ્રવૃત્તિનો અભ્યાસ કરાવવા કહ્યા છે, પણ મોક્ષાર્થે કહ્યા નથી.
તથા તત્પ8િ: – વુિં –