Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૬૭ ત્યારપછી ગૌશીર્ષચંદને કરીને પાંચ આંગળીઓના ટેરવાથી મંડલ આલેખનાદિ કરી, પુષ્પના સમૂહથી પુષ્પપૂજા કરી, આરતી, ગીત-નૃત્ય વગેરે કરવાં એ પણ સર્વે અગ્રપૂજા જાણવી. તેમજ ભાષ્યમાં કહ્યું છે – ગીત-નાટક-વાજિંત્ર-મીઠું-જળ-આરતી-મંગળદીવો વગેરે જે કૃત્ય તે સર્વે પણ અગ્રપૂજા અંતર્ગત જાણવાં. ઇતિ અગ્રપૂજા એટલે અંગપૂજા કહીને એ બીજી અગ્રપૂજા કહી. પછી જિનપૂજાવ્યાપારનિષેધરૂપ તૃતીય નિસિપી કરવાપૂર્વક ભાવપૂજા કરવી. તેમાં જિનથી જમણી બાજુએ પુરુષ અને ડાબી બાજુએ સ્ત્રી રહે, આશાતના વર્જવાને અર્થે, અવગ્રહ સંભવ છતે જઘન્યથી પણ નવ હાથ અને અવગ્રહ અસંભવ છતે હાથ અર્ધ હાથ માનથી, ઉત્કૃષ્ટ વળી સાઠ હાથ માન અવગ્રહ બહાર રહીને સ્તુત્યાદિકે કરીને વિશેષ ચૈત્યવંદના કરવી. કહ્યું છે કે - ત્રીજી વળી ભાવપૂજા તે ચૈત્યવંદના, તે ઊંચા દેશે રહી યથાશક્તિએ વિચિત્ર સ્તુતિ-સ્તવાદિકે કરીને દેવ વાંદવા //ના નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે - તે ગંધારશ્રાવક સ્તવ
સ્તુતિઓએ સ્તવન કરતાં ત્યાં ગિરિગુફામાં અહોરાત્રી રહ્યો. તથા વસુદેવહિડિમાં પણ કહ્યું છે – વસુદેવે સવારના સમયમાં સામાયિક વગેરે નિયમ કરી સમ્યક્ત, શ્રાવકની કરણી કરીને પચ્ચખ્ખાણ લઈ સ્તુતિવંદન-કાયોત્સર્ગ કર્યો. એમ અનેક અહીં પૂજામાં શ્રાવકાદિકોએ પણ કાયોત્સર્ગ-સ્તુત્યાદિકોએ કરીને ચૈત્યવંદના કરી. એ કહ્યું તે ચૈત્યવંદના જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારની લઘુભાષ્યમાં કહી છે. “નમુક્યારેT' ઇત્યાદિ ગાથા.
તેની વ્યાખ્યા : નમસ્કારે તે અંજલિ બાંધી શિર નમાવવારૂપ લક્ષણ પ્રણામમાત્ર કરીને અથવા નમો અરિહંતાણં ઇત્યાદિ પાઠથી અથવા એકબે શ્લોકાદિરૂપ નમસ્કારપાઠપૂર્વક નમક્રિયાલક્ષણરૂપ કરણભૂત કરીને જાતિના નિર્દેશથી બહુ નમસ્કાર કરીને કરાતી જઘન્ય ચૈત્યવંદના પાઠક્રિયાના અલ્પ હોવાથી હોય છે એમ જાણવું. પ્રણામ છે તે પાંચ પ્રકારના છે. માથું નમાવે તો એકાંગ પ્રણામ. બે હાથ નમાવે બેઅંગ પ્રણામ. મસ્તક અને બે હાથ નમાવવાથી ત્રણ અંગ પ્રણામ, બે હાથ અને બે જાનું કહેતાં સાથળ, તે ચાર અંગ તેને નમાવવાથી ચારસંગ પ્રણામ. માથું, બે હાથ અને બે ૨૧