Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૮૫ તથા ધર્મરત્નપ્રકરણવૃત્તિ, શ્રી તિલકાચાર્યકૃત લઘુપ્રતિક્રમણવૃત્તિ, શ્રી જિનવલ્લભસૂરિકૃત સામાચારી તથા બૃહખરતરસામાચારી, શ્રી નરેશ્વરસૂરિકૃત સામાચારી ઇત્યાદિ પ્રતિક્રમણગર્ભહેતુ પ્રમુખ સ્વ-સ્વ ગચ્છ દિનચર્યા તથા સામાચારીઓમાં ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે તે સર્વ પૂર્વોક્ત ગ્રંથોના ન્યાયથી પૂજા વગેરે વિશિષ્ટ કારણે પૂર્વધર પશ્ચાત્કાલવર્તી આચાર્યોએ કહી છે. તથા વળી કોઈ-કોઈ ઠેકાણે સાધુ આશ્રયી તથા પૌષધમાં શ્રાવકે આશ્રયી કથન છે, તે પણ પૂજા પ્રતિષ્ઠા વગેરે કારણે સંભવિત છે.
यतः उक्तं श्रीआवश्यकनिर्युक्तौ - विग्घोवसामिमेगा अब्भुदयसाहणी भवे बीआ । निव्वुइकरणी तइया, फलयाओं जहत्थनामेहिं ॥१॥
ભાવાર્થ :- ૧ વિઘ્નોપશામિની, ૨ અભ્યદયસાધની, ૩ નિવૃત્તિદાયિની એ ત્રિવિધ પૂજાનું યથાર્થ નામે કરીને ફળ થાય. વિજ્ઞોપશામિની એટલે વિનો શાંત થાય, અભ્યદયસાધની એટલે પૂજાથી ભાગ્યોદય પ્રમુખ ફળ થાય અને નિવૃત્તિદાયિનીપૂજાથી મોક્ષનું ફળ થાય. એ ત્રણ પ્રકારની પૂજામાં સાધુ-સાધ્વી તો પ્રતિષ્ઠાદિ કારણે વિજ્ઞોપશામિની તથા અભ્યદયસાધન પૂજા અવસરે ચોથી થોય સાથે ત્રણ થોયની દેવવંદના કરે. તેમજ શ્રાવક-શ્રાવિકા પણ પૂજા-પ્રતિષ્ઠા વગેરે કારણે બેઉ પૂજા અવસરે ચોથી થોય સાથે ત્રણ થોયની દેવવંદના કરે અને નિવૃત્તિદાયિનીપૂજા અવસરે સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ સંઘ પૂર્વધરપૂર્વાચાર્યોના કથન પ્રમાણે ત્રણ થાયથી ચૈત્યવંદના અર્થાત્ દેવવંદના કરે. તે માટે અહો ભવ્ય જીવો અમે તમને સાચું કહીએ છીએ કે જો તમે ભાષ્યકાર-ચૂર્ણિકારાદિ હજારો પૂર્વાચાર્યોનો માન્ય કરેલો નિવૃત્તિદાયિની પૂજામાં ત્રણ થોયનો અભિપ્રાય અને વિનોપશામિની તથા અભ્યદયસાધની પૂજામાં ચોથી થોય સાથે ત્રણ થોયનો મત ઉત્થાપશો તો નિશ્ચયથી દીર્ઘસંસારી અને અશુભગતિગામી થશો, અને જો પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્ર પ્રણિધાન સાથે આત્મારામજી આનંદવિજયજીનો કથન કરેલો ચોથી થોયનો મત તથા પૂજા-પ્રતિષ્ઠાદિ