Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૭૩ પણ જે મહેસાણાથી પ્રત આવેલ હતી તે પ્રતમાં પ્રક્ષેપ કરેલા પાઠનાં પાનાં ટાંકી લીધાં. તે આ પ્રમાણે – પત્ર ૯૯ પૃષ્ઠ બીજાની ઓલી આઠમીથી પત્ર ૧OO પૃષ્ઠ ૧લામાં ઓલી ત્રીજી સુધી ઉપર લખ્યા પ્રમાણે પ્રક્ષેપ પાઠ દેખી બીજા સાધુ તથા શ્રાવકોને વાત કરી કે આત્મારામજી આવાં આવાં મોટા અકાર્યો કરે છે. ત્યારે તે અવસરમાં સાંભળવાવાળા પુરુષોએ આત્મારામજીને ધિક્કાર શબ્દનો શિરપાવ દીધો. તેમ હવે પણ આ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ગ્રંથ વાંચીને અપક્ષપાતી જૈનધર્મરસિક શ્રી તીર્થકર આજ્ઞા પ્રતિપાલક બુદ્ધિમાનપુરુષ તો ધિક્કાર શબ્દનો શિરપાવ દીધા વિના રહેશે નહીં. અને જે દૃષ્ટિરાગી થઈ પક્ષપાતથી એવાં અયોગ્ય કાર્યની અનુમોદના-પ્રશંસા કરશે તે નિશ્ચથી શ્રી તીર્થકરની આજ્ઞાનો ઉત્થાપક થઈને દીર્ધસંસારી અને અશુભગતિગામી થશે એમાં સંદેહ નથી. તથા આત્મારામજી આનંદવિજયજીને સંઘાચાર્યવૃત્તિનો તાત્પર્યાર્થ પણ માલુમ થયો હશે નહીં, નહીંતર પોતાના મતનો હાનિકારક સંઘાચારવૃત્તિમાંથી અન્ય અન્ય ગ્રંથના પાઠ કરી-કરીને નવો કલ્પિત પાઠ બનાવી, ધર્મસંગ્રહવૃત્તિમાં શાને લેપન કર્યો ? કેમ કે “મન્નોનામિમુદ્દે શિર વસદગુI' ઇત્યાદિ જૈનશાસ્ત્રોના વચનથી યુગલ શબ્દનો અર્થ ચાર થતો નથી અને એ પ્રક્ષેપ પાઠમાં તો બધાં જ યુગલ શબ્દ છે. તેથી સિદ્ધાંતભાષાએ ત્રણ થાયથી જ નવભેદની ચૈત્યવંદના સિદ્ધ થાય છે, પણ ચોથી થાયથી સિદ્ધ થતી નથી. અને સંઘાચારવૃત્તિમાં તો સિદ્ધાંતભાષા ત્રણથોયથી તથા સંકેતભાષાએ ચોથી થોય સહિત ત્રણ થાયથી ભેદની ચૈત્યવંદના વિવરણ કરી છે. તે પ્રસંગે મહાભાષ્યાદિકની સાક્ષીએ કરી નવ ભેદની ચૈત્યવંદના સૂચવી છે. તેમાં સિદ્ધાંતભાષાએ ત્રણ થાયથી નવા ચૈત્યવંદનાનો પાઠ તો પ્રક્ષેપ પાઠ ઉપર લખ્યો તે પ્રમાણે જાણવો અને સંકેતભાપાએ ચોથી થોય સહિત ત્રણ થાય ભેદની તથા સંખ્યાંક સૂચનાએ નવધા ચૈત્યવંદનાનો પાઠ સંઘાચારવૃત્તિમાં આ પ્રમાણે છે :
तत्थ एगनमुक्कारेण वा १ बहुविह २ सक्कथएण वा जहन्ना । इरियानमुक्काराईपणिहाणं तेण वि इगेणं ॥६॥