Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
4.
ઉત્તરપક્ષ :- આ વાત કહેવાવાળા અને સાંભળવાવાળા બંનેને ઉત્સૂત્ર પ્રરૂપવાનો તથા સંસારવૃદ્ધિ થવાનો ભય ન રહ્યો એ વાત સિદ્ધ થાય છે. કેમ કે અમે તો ‘‘સમ્મદ્દિી લેવા'' એ પદની જગ્યાએ અન્ય પદનો પ્રક્ષેપ કર્યો નથી, પણ કોઈ ગચ્છવાસી શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર એટલે વંદિત્તાસૂત્રની ૪૩ ગાથા કહે છે અને કોઈ ગચ્છવાસી ૫૦ ગાથા કહે છે. ત્યાં ૪૩ ગાથાના કહેવાવાળા પોતપોતાની છ આવશ્યક સામાચારી ગ્રંથોમાં એમ લખે છે કે ‘‘તસ્સ ધમ્મÆ'' એ ગાથામાં મંગલ થઈ ચૂક્યું. તેથી વંદિત્તાસૂત્ર મૂળ એટલું જ છે અને એ આગળ જે ગાથા કેટલીક છે તે પાછળથી કરેલી છે, મૂળ સૂત્ર ગણધરનું કરેલું એટલું જ છે. વળી જે સૂત્ર મળે તે પ્રમાણ. જે પરં ‘સમ્મવિદ્દીવેવા વિતુ સમાäિ ધ વોહિં ચ'' એટલા સૂત્રથી નથી મળતું. તેથી એ ભાષા સાધુની ન હોય. વ્યવહારભાષા અને નિરવદ્ય તે સાધુની ભાષા, પણ એ સાવઘ જાણીએ છીએ. જેથી દેવતા બોધિ દેવાનો ઉપક્રમ કરે ત્યાં સાવદ્ય છે. જેમ તેતલીપુત્ર પોટ્ટિલદેવતાએ પ્રતિબોધ્યો પરંતુ તેને માનસિક પીડા ગાઢી ઉપજાવી તો પ્રતિબોધ્યો. એમ ઘણે ઠામે છે. શ્રી વીતરાગ બોધિ દે તે ઉપક્રમ નિરવદ્ય ઉપદેશરૂપ છે. તે કારણ માટે શ્રી વીતરાગને ‘‘આ વોહિતામં સમાહિવમુત્તમં વિતુ' એવું કહેવું એ વ્યવહારભાષા નિરવઘ જાણવી. તે ભણી એટલું પદ છાંડી બીજું પદ ભણીએ તો એમ કહેશે એટલું મૂકીએ તે કેવું જ્ઞાન ? એમ કરતાં વિવાદ થાય. તેથી મૂળ ગણધરનું કીધેલું કહેતાં કોઈ કાંઈ ન કહે. વળી એ ગાથાને કરનારે ચત્તારિમંગલં ઇરિયાવહિ એ બે પાઠ ટાળ્યાં જાણીએ છીએ અને અવિરતિ દેવ-દેવીની સ્તુતિ સ્થાપી છે, એમ પૂર્વપરંપરા પ્રસિદ્ધ છે. એમ યુક્તિ કરીને આગળની ૭ ગાથા કહેતાં નથી.
૨૮૦
પરંતુ સંવત્ ૧૧૮૩ વર્ષે શ્રાદ્ધપ્રતિક્રમણચૂર્ણિકર્તા વિજયસિંહાચાર્યે‘‘તમ ધમ્મસ ૫૪રૂા'' એ ગાથાના પર્યવસાન પદે કરી પ્રતિક્રમણ નિર્ગમન તેનું જ ઉત્તરોત્તર વૃદ્ધિનિમિત્તે ઇષ્ટદેવતાના નમસ્કારરૂપે અવસાનમંગલ વખાણ્યું - ‘વમનું આતોય નિરિયા'' ગાથાના પર્યવસાન પદે કરીને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિ અર્થે અવસાનમંગલ વખાણ્યું. તેથી જેમ