Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૭૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
પુરુષોની સભામાં પોતાનું ડહાપણ-ચતુરાઈ બતાવવાને વાત કહી કે આ વાત એવી રીતે જોઈએ એવું શાસ્ત્ર દેખવાથી જાણ થાય છે એવી જુદી કોઈ વાત તેના મોઢાથી નીકળી ગઈ તે ઉક્ત પુરુષ પોતાના હૃદયમાં અનેક કુયુક્તિઓ ઉત્પન્ન કરી પૂર્વધર પૂર્વાચાર્યોથી વિરુદ્ધ પોતાના મોઢાથી નીકળેલી વાર્તાને સિદ્ધ કરવાને સત્યાસત્ય લખવાનું ભાન રહે નહીં તો ભાષણ કરવાનું ભાન તો ક્યાંથી રહે ? કેમ કે તેના મનમાં રાત-દિવસ એ જ વિકાર ભરપૂર રહે કે કોઈ પણ રીતે મુખથી નીકળેલું વચન સિદ્ધ કરવું જોઈએ, પરંતુ યુક્તિ કરવાથી મારો જન્મ બગડી જશે એવો વિચાર તેને સહેજ પણ આવે નહીં. તેથી નિઃકેવલ પોતાનું કથન સાચું કરવાને હઠ કદી છોડે નહીં એવી જ તેની પ્રકૃતિ થઈ જાય છે. એવા હોવાથી જ પૂર્વધરપૂર્વાચાર્યોથી વિરુદ્ધ બહુ મનકલ્પિત મત પ્રચલિત થઈ ગયાં છે. તેથી કેટલાંક લોક તો એવા હોય છે કે જેના વચન ઉપર તેમને વિશ્વાસ બેસી ગયો તો પછી તે માને તો જૂઠો હોય, તથા સાચો હોય તથા ગ્રંથોમાં નવા પાઠમાં પ્રક્ષેપ કરે તોપણ તે લોક તો તેના વચન ઉપર પ્રતીતિ રાખીને ચાલે. તેથી તે હઠગ્રાહી પુરુષોને પણ મજબૂત મૂર્ખ લોકોની સાહાય મળવાથી દઢતા થઈ જાય કે હવે મારી લખેલી તથા બોલેલી વાત જ સિદ્ધ કરીને લોકોમાં બતાવવી જોઈએ કે લોકો પણ મને ખરો તત્ત્વવેત્તા અને શાસ્ત્રવેત્તા કહે કે દેખો કેવી યુક્તિ લગાવીને પૂર્વધર-પૂર્વાચાર્યના મત માનવાવાળાને પણ કેવા જવાબ કર્યા છે ? તથા શત્રુંજય પ્રમુખ તીર્થો પર કોડીપ્રમુખ (કરોડો) મુનિ મહારાજ મોક્ષ ગયા ત્યાં પૂર્વાચાર્ય સો લાખની કોડી કહેતા તે વાત આપણા હૃદયમાં બેસતી ન હતી તે સંતર બતાવીને આપણા હૃદયમાં ઊતારીને મોટા મોટા આચાર્યોની ભૂલ પણ એ પુરુષે દેખાડી દીધી એ કેવો વિદ્વાન શાસ્ત્રજ્ઞ છે ? એવા એવા વિકલ્પ તેના હૃદયમાં નિરંતર રહે છે તેથી જિનવચન ઉત્થાપવાનો ભય તો તેને રહે જ નહીં. તે વાસ્તે સર્વ જૈન બંધુઓને અમે યથાર્થ કહીએ છીએ કે હમણાં જૈનમતમાં પૂર્વધર-પૂર્વાચાર્યોથી વિરુદ્ધ બહુ પંથ પ્રચલિત થઈ ગયા છે, તો હવે કોઈ પોતાની પંડિતાઈ જણાવવાને તથા પૂજા-માનતા પ્રવર્તાવી નામ રાખવાને પૂર્વધર-પૂર્વાચાર્યોથી વિરુદ્ધ ઉપદેશ કરે તો તેના કથન તથા