Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૫૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અઇયા ઇત્યાદિ //all કહેવી. તેથી જો અહીં બહુવચન છે એ સંભવિત છે એમ ન હોય તો દ્વિવચન લખાત તથા પયંતીતિ એ જે બહુવચનરૂપ ક્રિયા છે તે સેસા જહિત્થાએ એ આવશ્યકચૂર્ણિના વચનથી છે એમ જાણવું અને ત્યાં તેનો નિયમ નથી તેથી તેનું વ્યાખ્યાન ન કર્યું એવું કથન કરતાં થકા શ્રી હરિભદ્રસૂરિ પૂજ્ય એમ જણાવે છે કે અહીં જે થોય વેચ્છાએ કહે છે. તેનું વ્યાખ્યાન અમે કરતાં નથી અને જે વળી નિયમથી કહેવા યોગ્ય તેનું વ્યાખ્યાન કરીએ છીએ તેનું વ્યાખ્યાન કરવાથી વેયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્રનું પણ વિવરણ કર્યું. તેમ જ કહ્યું છે કે, એમ કે ભણીને યાવત્ વેયાવચ્ચગરાણ ઇત્યાદિ કહે તે માટે જ એ સિદ્ધ થયું કે જો વયાવચ્ચગરાણ એ અધિકાર છે એ પણ અવશ્ય કહેવો અન્યથા એના વ્યાખ્યાનનું અસંભવપણું થાય. તેથી એ કહેવાયોગ્ય જ છે અને જો વયાવચ્ચગરાણ અધિકાર ઉર્જિતાદિ અધિકારની પેઠે ક્યાંક ભણવાપણે કરીને ઇષ્ટ હોય તો ઉર્જિતાદિક ગાથાની પેઠે એનું પણ વ્યાખ્યાન ન કરાત અને વ્યાખ્યાન કર્યું છે તો સિદ્ધાદિક ગાથાઓની સાથે મળતો સંબંધ કરીને નિચે કહેવો. માટે તે અત્રુટિતસંબંધપણાથી આવ્યો છે તેથી સિદ્ધાદિ અધિકારની પાછળ લગતો જ કહેવો અને ત્યાં જો સૂત્રનું વ્યાખ્યાન કર્યું તે અપ્રમાણ છે એમ કહેવાથી તો સર્વ ચૈત્યવંદનાનો ક્રમ તેનો અભાવ પ્રસંગ હોય. કેમ કે તે લલિતવિસ્તરામાં જ એવો વંદનક્રમ દેખાડ્યો છે. તેથી અને તે વિના બીજી જગ્યાએ તેના વ્યાખ્યાનનો અભાવ છે તેથી કદાચ કોઈ ગ્રંથમાં વ્યાખ્યાન કર્યું હશે તો પણ તે કદાચ સ્તરાને અનુસરીને તેની પાછળના કાળમાં ઉત્પન્ન થયેલા તેથી એટલે બીજા ચૈત્યવંદનનાં સર્વ પ્રકરણ તે પાછળનાં છે અને તે વ્યાખ્યાનના અનુસાર વિના જો કોઈ નવીન વ્યાખ્યાન સારૂં કરે તોપણ ભવનિબંધનપણું છે એટલે સંસારની વૃદ્ધિ કરવાવાળું છે. તેથી અને તેમાં કહેલું વ્યાખ્યાન તે તો ગુરુપરંપરાના ઉપદેશે આવેલું છે, માટે સ્વચ્છેદકલ્પિતપણાનો અભાવ છે, તેથી તે વ્યાખ્યાનનો તિરસ્કાર કરવો યોગ્ય નથી અહીં બહુ મધ્યસ્થ મનથી વિચાર કરવો. સૂક્ષ્મબુદ્ધિએ ચિંતવન કરવું. સિદ્ધાંતરહસ્યને સેવવો. શ્રુતવૃદ્ધોને અનુયાયી પ્રવર્તવું. અસત્ આગ્રહરહિતપણે કરીને પોતાની શક્તિને અનુસાર યત્ન કરવો. એમ વળી