Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૫૫ બીજો, દશમ, અગિયારમો એ ત્રણ રહિત બીજા, પહેલાં ઇત્યાદિ બાર પર્યત નવ અધિકાર ઉપદેશે આવ્યાં લલિતવિસ્તરાવ્યાખ્યાથી સૂત્રસિદ્ધ છે એમ સિદ્ધ થયું. આથી શબ્દથી પખિસૂત્રની ચૂર્ણિપ્રમુખ ગ્રહણ કરવી. તેમાં સૂત્ર દેવસખિયત્તિ અહીં ચૂર્ણિ વિરતિ અંગીકાર કરવાનો અવસરે ચૈત્યવંદન ઉપચાર કરીને અવશ્ય નજીક દેવ ત્યાં આવે માટે દેવસખિયા કહ્યું. ભાવાર્થ એ છે કે પ્રથમ ગણધરે દઢતાને અર્થે પાંચની સાક્ષીએ ધર્મઅનુષ્ઠાન પ્રતિપાદન કર્યું. લોકોમાં પણ વ્યવહારનાં દઢપણાનું તેમજ દર્શન થાય છે. તેથી ત્યાં દેવ પણ સાક્ષી કહ્યાં તે દેવ ચૈત્યવંદન ઉપચાર કરીને નિકટ સંનિભૂત થઈને સાક્ષીપણાને અંગીકાર કરે છે. ચૈત્યવંદનમાં વળી તેમનો ઉપચાર કાઉસ્સગ્ગ થોય દાનાદિકે કરીને કરીએ છીએ. તેમને નિકટ સન્નીભૂત કરવાનો અન્ય કોઈ ઉપાય સંભવતો નથી. તેમજ સાંભળવામાં પણ આવ્યો નથી. માટે એવું સિદ્ધ થયું કે પૂજા વગેરે કૃત્યોમાં ચૈત્યવંદના મધ્ય દેવ કાયોત્સર્ગો કરવા જ. એમ ન કરીએ તો દેવતાઓને સન્નીભૂત કરવાના બીજા ઉપાયનો અભાવ કહ્યો છે. તેથી દેવસાલિત્વની અસિદ્ધિ થાય. ચૂર્ણિકારે પણ તેમજ વ્યાખ્યાન કર્યું છે. તેથી ઉપર કહ્યાં પ્રમાણે નિશ્ચય થાય છે અને તે દેવસખિયે એ સૂત્રના જ પ્રમાણથી સમજી લેવું. આમ થવાથી એટલે એક તો દેવ સત્રીભૂત કરવાના બીજા ઉપાયોનો અભાવ છે તેથી અન્ય અન્ય પક્ષે દેવસખિયું એ સૂત્રનો વિરોધ થાય તથા આને વિષે સુત્રત્વની સંજ્ઞા ગ્રહણ કરવી અને લલિતવિસ્તરામાં પણ તેમજ કહ્યું છે : સિદ્ધભ્યઃ ઇત્યાદિ સૂત્રનું વ્યાખ્યાન કર્યું છે તથા ઇદમેવ એ જ્ઞાપક વચન છે. વચન અને સૂત્ર એ પર્યાયવાચી છે એ રીતે આ અધિકાર પણ સૂત્રસિદ્ધ છે એમ નક્કી થયું. ૩૦૪ પત્રના પાઠનો અર્થ : સરણિજ્વત્તિ સ્મરણીયા એટલે તે ક્યાં સ્મરણ કરવા યોગ્ય છે તે કહે છે - શુદ્રોપદ્રવ મટાડવાને એટલે કોઈ પ્રત્યનીકાદિકોનો કરેલો ઉપદ્રવ વિગમાદિક કરવાને અર્થે તેવા તેવા તેમના ગુણ ચિંતનાદિકે કરી તેમના ભાવ વધારવા અર્થાત સૂચના કરવી અથવા સ્મરણીયા કહેતાં પ્રમાદાદિકે