Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૫૭ માટે તેમનો કાઉસગ્ગ પ્રવચનયાવચ્ચકરાદિ પ્રત્યયે સ્થાપું છું એ હેતુએ કરી અને તેમને અવિરતિપણું છે માટે વંદણવત્તિયાદિક પાઠ નથી. સંઘાદિકરક્ષણ પ્રમુખ કરવાનું અહીં કૃત્ય છે માટે તૈયાવચ્ચ કહીએ. હવે શાંતિ તથા સમાધિ એટલે શું? તે કહે છે. ઉપસર્ગનો વિનાશ એ શાંતિ, મનનું દુઃખ નિવારણ કરવું એ સમાધિ એ તાત્પર્ય.
અહીં સંઘાચારવૃત્તિના પહેલા પાઠમાં ગ્રંથકારે બીજો, દશમ, અગિયારમો અધિકાર વર્જીને પહેલા અધિકારથી બારમા અધિકાર સુધીના નવ અધિકાર લલિતવિસ્તરા વ્યાખ્યાતરૂપ સૂત્રસિદ્ધ છે એવું કહ્યું. તેથી બારમો અધિકાર અર્થાગમરૂપ સૂત્રસિદ્ધ છે, પણ સૂત્રાગમ સિદ્ધ નથી. કારણ કે વંદનપત્રો તથા પંચાશકપ્રકરણાદિ સૂત્રમાં પ્રગટ ચૈત્યવંદનાનો અનુક્રમ લખે છે તેમાં વેયાવચ્ચગરાણે એ પાઠ નથી ને અહીં લઘુભાષ્યવૃત્તિકારે કહ્યું કે લલિતવિસ્તરા વિના બીજે ઠેકાણે અનુક્રમ નથી તેનો એ જ પરમાર્થ એ કે અર્થે કરીને બીજે ઠેકાણે અનુક્રમ નથી, પણ સૂત્રે કરીને અનુક્રમ છે. કેમ કે મહાનિશીથાદિ સૂત્રમાં ચૈત્યવંદનસૂત્રનો અનુક્રમ સૂત્રે કરીને કહ્યો છે પણ જેમ લઘુભાષ્યકારે નમુત્યુ. ૧ી પઢમ અહિ. //રા તિહૂઅણ //રા તિસ્થા. //જા એ ચાર ગાથાએ બારે અધિકારના નામ તથા સ્વામી જુદા જુદા કહ્યાં છે તેમ નવ અધિકારના નામ તથા સ્વામી પૂર્વધરાચાર્યોના ગ્રંથોમાં તથા પૂર્વધરનિકટકાલવર્તી લલિતવિસ્તરામાં “ વૃત્નિતાगुणसंपदुपेतं तदर्थानुस्मरणगर्भमेव प्रणिपातसूत्रदंडकं पठति तथाડડસન્નતાપારિત્વેન વર્તાય તુવશતિસૂત્ર પતંતિ ' ઇત્યાદિ વાક્યથી લઘુભાષ્યકારે ચૈત્યવંદનામાં અધિકાર કથન કરી આઠ અધિકાર તથા “વિમેતત્પવિતા' એ વાક્યથી નવમો અધિકાર અને આવશ્યકનિર્યુક્તિના વાક્યથી તથા “સેસી નહિચ્છા'' એ આવશ્યકચૂર્ણિના વાક્યથી જે અ અઇયા૭/૧ાા ઉર્જિતવારા ચત્તારિ અક્રવાસી એ ત્રણ અધિકાર શ્રુતપરંપરાએ ગ્રહણ કરી એવં ૧૨ અધિકારમાંથી કોઈ ચૈત્યવંદનમાં બે અધિકાર કોઈ ચૈત્યવંદનમાં ત્રણ અધિકાર અને કોઈ ચૈત્યવંદનમાં ચાર અધિકારથી યાવત્ અગિયાર અધિકારની ચૈત્યવંદના ઊંચા કાળમાં કરવી