Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૫૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરીને તેમના જે જે કર્તવ્ય તેઓ તે તે જણાવવા યોગ્ય સંઘાદિક કાર્યો તેમને જણાવવાં અર્થાત્ જ્ઞાપન કરવા અથવા સારણીયા કહેતાં ધર્મપ્રભાવનાદિ હિતકાર્યોને વિષે તેમને પ્રવર્તાવવા અને તે વળી સમ્યગ્દષ્ટિ દેવ અહીં ધર્મપ્રભાવનાદિકમાં અધિકારી જાણવા. કેમ કે તેમને જ તે કૃત્ય યાદ કરવા યોગ્ય છે. તેથી અને પૂર્વે તેમને સ્મરણાદિ કરવાનું કહ્યું તે વળી અરિહંતાદિકોને પૂર્વે વંદનીયપણે કરીને કહ્યાં તેથી તેમને સ્મરણાદિ કરવાપણું આગળ ગ્રંથકાર કહેશે. તેમજ વળી પ્રવચનદેવ તે સમ્યગ્દષ્ટિ દેવ છે. તેમને વૈયાવચ્ચ કરનાર ઇત્યાદિ વિશેષણદ્વારે કરીને સ્મરણ કરવાને અર્થે, તથા શુદ્રોપદ્રવ દૂર કરવાને માટે, તેમની ભાવવૃદ્ધિને અર્થે અર્થાત્ તેમના તે તે ગુણની પ્રશંસા વડે તેમને અધિક ઉત્સુક કરવાને અર્થે, એટલે આમ કરવાથી ગાઢ ઉપદ્રવાદિ મટાડવાને તેઓ ઉદ્યમવંત થાય એ પરમાર્થ અથવા તેમના વૈયાવચ્ચાદિ કર્તવ્યોમાં પ્રમાદાદિકે કરી શિથિલ થયેલાઓને તે કાર્યોમાં પ્રવર્તાવવાને અર્થે અને તેઓ શિથિલ નથી તેમને દઢ કરવાને અર્થે અને તેને માટે તેમને સ્મરણ કરાવવાનું અને જણાવવાને અર્થે અને સારણા કરવાને અર્થે એટલે સંઘમાં પ્રવચનપ્રભાવનાદિક હિતકાર્યમાં પ્રેરણા કરવાને અર્થે શું કરવું ? કાઉસ્સગ્ન કરવો એટલે એ છેલ્લો કાઉસ્સગ્ન કરવો એ શેષા એ રીતે એ આઠ નિમિત્ત વા કારણે ફળ ચૈત્યવંદનનાં હોય. અહીં વળી જે વૈયાવચ્ચ કરનારા દેવાદિ પોતાના સ્મરણાદિ અર્થે કરાતા કાઉસ્સગ્ન કરનારાને શ્રીગુપ્ત શ્રેષ્ઠીની પેટે વિજ્ઞના ઉપશમાદિકમાં શુભસિદ્ધિ હોય જ. આપ્તના ઉપદિષ્ટપણે કરીને આવ્યભિચારીપણાથી જેમ સ્તંભનીયાદિક મંત્ર કરીને પરિજ્ઞાન થયે છતે સત્યવક્તાના ઉપદેશ કરી સ્તંભનાદિકર્મ કરનારા વાંછિત ફળની સિદ્ધિ છે તે માટે જણાવે છે કે વયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્ર એ કાઉસ્સગ્ગનો એ જ પ્રવર્તક એમ ન હોય તો વાંછિત ફળ સિદ્ધ્યાદિકમાં પ્રવર્તકપણાનું અયોગ્યપણું થાય. તેથી લલિતવિસ્તરામાં પણ કહ્યું છે તે ન જાણે થકે પણ તેથી શુભસિદ્ધિ થયે છતે એ જ વચન એનું જ્ઞાપક છે ઇતિ તાત્પર્ય.
તથા વૈયાવચ્ચકરાદિ ત્રણ હેતુ છે : (૧) એક તો પ્રવચનની વૈયાવચ્ચે (૨) પ્રવચનની શાંતિ અને (૩) પ્રવચન સમાધિ, સમ્યગ્દષ્ટિ દેવ કરે છે