Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૩૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
શક્રસ્તવ પાંચ વળી પ્રણિધાને કરીને ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે એ ગાથાનો અર્થ ૬૫ આઠ થોય ચૈત્યવંદન કહે છે - પ્રથમ જિનચૈત્યમાં જઈને વિધિપૂર્વક જેમ છે તેમ ત્રણ પ્રદક્ષિણા દે, પછી યોગ્ય અવગ્રહે રહ્યો થકો સાધુ ઇરિયાવહી પડિક્કમીને જિન આગળ પ્રથમ નમસ્કાર કહી શક્રસ્તવ કહે ૧ જયવીયરાય આભવમખંડા સુધી કહીને વળી ચૈત્યવંદન કરે પછી શક્રસ્તવ કહે પછી થોય વળી શક્રસ્તવ ૩ અનુક્રમે કહે એ ગાથાએ ।।૬૬॥ પછી ઊઠી વળી થોય કહે પછી બેસી શક્રસ્તવ કહે ૪ જાવંતિ પ્રમુખ જિનમુનિવંદન પ્રણિધાન કહી પછી જયવીયરાય આભવમખંડા સુધી કહી વળી ત્યાં જ રહ્યો થકો ચૈત્યવંદન કરીને પંચ શક્રસ્તવ કહે ૫ એ ગાથાઓ I૬૭।
એ દિનચર્યાના મૂળપાઠમાં તો ત્રણ તથા ચોથી થોયના નિરધાર વિના સાધારણ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ પાંચ શક્રસ્તવની ચૈત્યવંદના કહી અને વ્યાખ્યાકારે “સેસા જહુચ્છઐતિ” એવા આવશ્યકચૂર્ણિના વચનથી તથા उज्जितसेलसिहरे इत्याद्यपि बहुश्रुताचीर्णत्वादविरुद्धमेव चतुर्थी પર્યુષળાવળતિ ॥ ઇત્યાદિ જૈનશાસ્ત્રોના વચનથી ઉજ્જિતાદિતીર્થ અનુશાસ્તિ સ્તુતિ તથા સંકેતભાષાએ પૂજાદિ વિશિષ્ટ કારણિકા ચોથી પ્રવચનભક્ત દેવતા અનુશાસ્તિ સ્તુતિ સહિત પાંચ શક્રસ્તવે જિનગૃહમાં દેવવંદના કહી છે. અહીં સાધુને આઠ થોયની દેવવંદના જિનગૃહમાં વ્યાખ્યાકારે કરવી કહી તો સાધુને પણ ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના નિરંતર કરવી સિદ્ધ થઈ એમ કોઈ માની લે તેનો વિભ્રમ ટાળવા માટે કહે છે કે જૈનગ્રંથોમાં જે જે વિધાન કહ્યાં છે તે તે અધિકારીયોગ્ય કહ્યાં છે એટલે જેને જે વિધાનનો અધિકાર હોય તેને તે વિધાન કરવું. અન્યથા ન કરવું. તેમજ કહ્યું છે શ્રી દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિમાં‘મુત્તમUિT વિદ્દિન'' એ ગાથાની વ્યાખ્યામાં શ્રી દેવભદ્રાચાર્યજીએ :
काले सुइभूयणं विसिट्ठपुप्फाइएहि विहिणाओ । सारथुईथुत्तगरूई जिणपूया होइ विनेया ॥१॥
गृहिणैव न त्वनगारेण तस्यानधिकारीत्वादेतेनाधिकारी प्रत्यपादि ॥