Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૩૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર चैत्यवंदना विधेया स्तुतिवृद्धिः प्रवर्द्धमानस्तुतिपाठ इत्यर्थः कायोत्सर्गः साधु असंमूढतया कस्याः शासनसुरायाः प्रवचनदेवतायास्तत्र स्तवस्मरणं चतुर्विंशतिस्तवानुचिंतनं कार्यं ततः पूजा जातिपुष्पादिना जिनबिंबस्य काले प्रतिष्ठालग्नस्याभितांशे स्थापनाप्रतिष्ठा मंगलपूर्वा तु पंचनमस्कारपूर्वैवेति । उक्तं च शामाचार्यप्रतिष्ठाकल्पे - पज्जत्तमिमेणं चिय मायालोभेहि विप्पमुक्कस्स पंचमनोक्कारेण असेसपावोहगलणेणं सव्वत्थभावमंगल पंचनमोक्कारपुब्विया किरिया कायव्वा जिणबिंबाण सव्वभावेण पइट्ठा । विस्तरस्तु ग्रन्थान्तरादवसेयं રૂતિ થાર્થ: Iરરા
ત્યારપછી પ્રતિમાની નિષ્પત્તિ થયા પછી તરત જ પ્રતિમાને દેરાસરમાં સ્થાપન કરવી. તેમજ કહ્યું છે – પ્રતિમાની નિષ્પત્તિ થયા પછી નિશ્ચિત દશ દિવસના સમયમાં પ્રતિષ્ઠા કરવી. તે પ્રતિષ્ઠાવિધિ વળી સંક્ષેપથી કહે છે – પ્રતિમાની નિષ્પત્તિ થયા પછી સમ્યક્ પ્રકારે તેનો એ સ્થાપનાવિધિ કરવો. જો સ્થાને પ્રતિમા સ્થાપન કરવી હોય ત્યારે રડો ચંદ્ર, નક્ષત્ર, લગ્નાદિ શુભયોગ સંબંધે પ્રતિષ્ઠાકલ્પ પ્રસિદ્ધ અભિવાસન બિંબને કરવું. અને પોતાના વૈભવને અનુસારે ઉચિત પૂજા કરવી. ત્યારપછી વર્લ્ડમાન સ્તુતિ પાઠ ચૈત્યવંદના કરવી અને અસંમૂઢપણે કરીને પ્રવચનદેવતાનો સાધુએ કાયોત્સર્ગ કરવો. ત્યાં સ્તવસ્મરણ ચતુર્વિશતિસ્તવનું ચિંતન કરવું. ત્યારપછી જિનબિંબની જાતિવંત ફુલો વડે કરીને પૂજા કરી પંચનમસ્કારમંગલપૂર્વક વાંછિત લગ્નથી સ્થાપના કરવી. કહ્યું છે. શ્રી શામાચાર્યકૃત પ્રતિષ્ઠાકલ્પમાં - નિચે કપટ અને લોભરહિતને સમસ્ત પાપસમૂહ તોડે કરી એ પાંચે નમસ્કાર કરીને વાંછિત પ્રાપ્તિ હોય માટે સર્વ સ્થાને સર્વ ભાવે કરીને જિનબિંબોની પ્રતિષ્ઠાક્રિયા પંચનમસ્કાર ભાવમંગલપૂર્વક કરવી. એ સંક્ષેપે પ્રતિષ્ઠાવિધિ કહી. વિસ્તારવિધિ ગ્રંથાંતરથી જાણવી. ઇતિ ગાથાર્થ /રરા
ઇત્યાદિ દર્શનશુદ્ધિ પ્રમુખ જૈનગ્રંથોમાં જેમ પ્રતિષ્ઠા વગેરે કારણે સાધુને ચૈત્યવંદનવિધિમાં શાસનદેવતા પ્રમુખના કાયોત્સર્ગ તથા થોય કરવી કહી છે તેમજ સુવિહિત દેવસૂરિજીકૃત દિનચર્યામાં પણ વ્યાખ્યાકારે દિનચર્યાના