Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૨૫ જ કહ્યું છે – ભાવિત જિનવચન પુરુષોને, સમ્યક્ત રહિતોને નથી નિત્યે વિશેષ, આત્માને અને પરને એટલે બંનેને વિશે પણ જે માટે વર્જવી પીડા એ પાંચમું કારણ, (૬) છઠું વળી કારણ એ છે કે ધર્મની ચિંતાને અર્થે ભોજન શોધવા. અહીં વળી ધર્મચિંતા એટલે ધર્મધ્યાનચિંતા અથવા શ્રતધર્મચિંતા એટલે જ્ઞાન ભણવાને અર્થે ભોજન લે છે. કેમ કે ધર્મધ્યાન તથા ભણવું એ બંને પણ તે ક્ષુધાદિ પીડિત આકુળ-વ્યાકુલ ચેતનવંતને ન થાય આર્તધ્યાનના સંભવથી, ઇહ વલી જો પણ વેદના ઉપશમાદિકોની છ વૃત્તિએ તેના ઉપલક્ષિત ભોજન ફળ પણ કરીને પ્રતીત છે, તોપણ તે કારણ વિના તે આહારનું નિષેધ સૂચન નથી. આહારનું આર્થ્યવૃત્તિએ કારણ પણ એમનું દેખાડ્યું છે. તે માટે જ છટું કારણ અહીં સંબંધિત છે. હવે કોઈ કહે, એ કારણ ઉપયે થકે અવશ્ય ભક્ત-પાન ગવેષણ કરવા અથવા ન કરવાં ? એવી આશંકા નિવર્તન કરતાં કહે છે, નિર્ગસ્થ યતિ ધર્મ-ચરણ પ્રતિ વૈર્યવંત તથા નિગ્રંથિની તપસ્વિની તે પણ કરે, ભક્ત-પાનનું ગષણ, એ સંબંધથી લેવું. અનંતર કહેશે છે કારણ કરીને વળી ભોજન શું ન લે ? તે જ કહે છે. સંયમયોગમાંથી ઉલ્લંઘવું ન થાય જે માટે તે સાધુ-સાધ્વી છ કારણે ભોજન લે તો તે સંયમનું ભારે સંભવે. તેથી તે છ ઠેકાણાં જ કહે છે –
(૧) આતંક એટલે નવરાદિક રોગ મટાડવા એટલે નવરાદિક રોગ આવવાથી ભોજન ન લે તે પહેલું, (૨) ઉપસર્ગ એટલે સ્વજનાદિકોનો ઉપસર્ગ, તેમાંથી નીકળવા, એટલે તે સ્વજનાદિ ચારિત્રને ખંડવા ઉપસર્ગ કરે તથા દેવાદિક વિમર્શાદ કારણે ઉપસર્ગ કરે, તે ઉપસર્ગોને ટાળવા ભોજન ન લે તે, (૩) તિતિક્ષા સહન હેતુપર્ણ કરીને શું થાય ? એટલે ક્યાં વિશે કે બ્રહ્મચર્ય-ગુપ્તિ રાખવાને ભોજન ન લે, તે નિશ્ચ ભોજન છોડ્યા વિના રોકવા અશક્ય છે તે, (૪) પ્રાણી-જીવની દયાને અર્થે એટલે વરસાદમાં અષ્કાયાદિકની વિરાધના વર્જવા ભોજન ન લે તે, (૫) ઉપવાસ આદિ આત્મિક તપ કરવાને અર્થે આહાર ન લે, (૬) શરીર વોસિરાવવા એટલે સંલેખના ઊંચા કાળે કરી એટલે આગળ-પાછળ કરવા ભોજન ગવેષણા ન કરે તે છઠું, એમ સર્વત્ર જાણવું. એ કારણોની ભાવના પૂર્વેની પેઠે જાણવી, માટે કારણ વિના ભોજન ન લે તે ઉત્સર્ગ છે.