Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૧૯ અહીંયાં કોઈ કહેશે કે લલિતવિસ્તરાવૃત્તિકારે તો સાધુ તથા શ્રાવક બંનેને ચૈત્યવંદનની વિધિ કરવી કહી છે. તેથી શ્રાવક તો પૂજોપચાર કરે તો નિત્ય ચોથી થોય કહે તેમ સાધુને પણ કારણ વિના એ ચોથી સ્તુતિ નિરંતર કહેવી સ્પષ્ટ થાય. તેને કહેવું કે દેવાનુપ્રિય ! મધ્યસ્થષ્ટિએ વિચારવું. કેમ કે કેટલાક અર્થે બહુ ગ્રંથોમાં સાધુને જ ઉદ્દેશીને અનુષ્ઠાનક્રિયા કરવી લખે છે. તેથી અહીંયાં લલિતવિસ્તરાવૃત્તિકાર યથાસંભવ પાડે કરી સ્વ-સ્વ ક્રિયા-અનુષ્ઠાન કરવું સૂચન કરે છે કે સાધુએ સાધુયોગ્ય, શ્રાવકને શ્રાવકયોગ્ય યથાસંભવ ક્રિયા કરવી, પ્રતિક્રમણક્રિયાપાઠની જેમ. નહીંતર તો એ સાધારણવિધિએ તો સાધુને પણ દ્રવ્યપૂજા કરવાનો પ્રસંગ થાય. કેમ કે વૃત્તિકાર લખે છે કે “સંપાદિતપૂજોપચાર” એટલે પૂજોપચાર કરીને ચૈત્યવંદના કરવી. પણ સાધુને તો સર્વ ગ્રંથોમાં દ્રવ્યપૂજા કરવી નિષેધેલ છે એટલે કે ના છે. અને જો ભાવપૂજા ગ્રહણ કરી તો એ ચૈત્યવંદના ભાવપૂજામાં જ છે તેથી સાધુ-શ્રાવકને સરખી ચૈત્યવંદનાનો સંભવ થાય. કેમ કે ભાવપૂજા તો સાધુ-શ્રાવક બંનેને સરખી છે. તો અહીંયાં વૃત્તિકારે યથાસંભવ તથા સંપાદિતપૂજોપચાર એ બંને પાઠ લખ્યા છે તે વ્યર્થ થાય. કેમ કે ભાવપૂજામાં તો સાધુ-શ્રાવક બંનેને અધિકાર છે તો યથાસંભવ કહેવાનું શું કામ ? તથા દ્રવ્યપૂજામાં શ્રાવકનો જ અધિકાર છે. તેથી સંપાદિતપૂજોપચાર કહેવાનું શું કામ ? વળી માનસિક દ્રવ્યપૂજા તથા કારણાનુમતિરૂપ પૂજા પણ સાધુને ભાવપૂજામાં અંતર્ભત થાય છે. તે માટે પૂર્વોક્તન્યાયથી અહીંયાં પણ બે પાઠ વ્યર્થ થાય. પણ બહુશ્રુત ઉપયોગવંત વૃત્તિકારે યથાસંભવ પાઠ કરી સાધુ તથા શ્રાવકની ચૈત્યવંદના અનુષ્ઠાનક્રિયાનું યથાયોગ્ય સૂચન કર્યું એટલે સાધુને સાધુયોગ્ય દેવવંદના ત્રણ
સ્તુતિ પ્રણિપાતદંડક સહિત થાય અને શ્રાવકને પૂજોપચાર સંપાદન કર્યો. ચોથી સ્તુતિ ઉપબૃહણાત્મક પ્રણિપાતદંડક સહિત વંદના થાય તથા સાધુશ્રાવક બંનેને પણ પૂજોપચાર વ્યાખ્યાનના ભક્તદેવતાનું સ્મરણ તથા શુદ્રોપદ્રાવણી ચોથી સ્તુતિ પ્રણિપાતદંડક સુધી દેવવંદન થાય અને વળી કોઈ કહેશે કે વૃત્તિકાર તો ને કારણે ચોથી થાય બોલવાની લખતાં નથી અને તેના કારણે કરવી કયા આધારથી લખે છે. તેને કહીએ છીએ તે
૧૮