Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૧૭
ભવસમુદ્રમાં મહા દુર્લભ, એકાંતે બધા જ કલ્યાણનું કારણ જેણે ચિંતામણી તથા કલ્પવૃક્ષની ઉપમા તિરસ્કાર કરી છે એવા ભગવંતનું વંદન કોઈ પ્રકારે પામ્યો. વળી એ ઉપરાંત બીજું કંઈ જ કાર્ય નથી એવું ધારતો તથા આત્માને કર્તા માનતો ભુવનગુરુની ઉપર ભયથી પણ ઊંચા પ્રકારે અસ્ખલિતાદિગુણ સાથે તેના અર્થનું અનુસ્મરણ કરતો પ્રણિપાતદંડકસૂત્ર ભણે. પછી તે સાધુ તથા શ્રાવક જેમ પહેલાં કહ્યાં તે પ્રમાણે પાઠને ભણતાં પંચાંગપ્રણિપાતવંદન કરે, પછી ઊઠીને જિનમુદ્રાએ અરિહંત ચેઇયાણું એ સૂત્ર બોલે, કાઉસ્સગ્ગના અંતે જો એક જ વ્યક્તિ હોય તો નમો અરિહંતાણં એમ બોલી નમસ્કાર કરીને કાઉસગ્ગ પારે અનેસ્તુતિ બોલે, વળી બહુ વ્યક્તિ હોય તો એક જ જણ સ્તુતિ બોલે અને જયાં સુધી સ્તુતિ પૂરી થાય ત્યાં સુધી બીજા બધાએ કાઉસગ્ગમાં જ ઊભા રહેવું. આ જગ્યાએ વૃદ્ધપુરુષો એમ કહે છે કે જે પણ દેરાસરમાં વંદન કરવાનો નિર્ણય કર્યો હોય ત્યાં જે ભગવાનનું સ્થાપનારૂપે સમીપ હોય તેને આગળ કરી પહેલાં કાઉસગ્ગ પછી સ્તુતિ તેમજ સારા ભાવને ઉત્પન્ન કરનાર છે એ હેતુ માટે તેનું જ ઉપકારીપણું છે. માટે તે પછી બધાએ નમસ્કાર શબ્દ બોલીને પાળવો. વળી આ જ ઉત્સર્પિણીકાળમાં જે આ ભરતખંડમાં તીર્થંકર થયા છે તે બધાનું એક ક્ષેત્રમાં સ્થાપન કરીને ઘણા ઉપકારી છે તે કહેવા માટે ચોવીશ તીર્થંકરનું સ્તવન એક જણ બોલે અથવા ઘણા ભણે તે એ લોગસ્સ ઉજ્જોઅગરે એમ ચોવીશ તીર્થંકરને સ્તવના કરીને સર્વ લોકમાં રહેલા અરિહંતચૈત્યોનો કાઉસગ્ગ કરવા માટે “સવ્વલોએ અરિહંત''થી વોસિરામિ સુધી એક જણ બોલે અથવા ઘણા બોલે અને કાઉસગ્ગ પહેલાંની જેમ જ કરે અને સ્તુતિ પણ તેમ જ બોલે, પણ તેમાં આટલો ભેદ કે બધા જ તીર્થંકરોનો કાઉસગ્ગ અને થોય પણ સર્વ તીર્થંકરની કહેવી. નહીંતર બીજા કાઉસગ્ગ અને બીજી સ્તુતિ તે સમ્યક્ નથી. આમ, સર્વ તીર્થંકરોની સ્તુતિ કહી. હવે તેમણે ઉપદેશ કરેલા આગમના ભાવ જેના દ્વારા સાચા સમજાય તે દીવા (જ્યોત) સમાન ભગવાન તથા તેમના કહેલા ભાવ તે બંનેને દીવાની જેમ ચોખ્ખા દેખાડનાર શ્રુત છે. માટે તે શ્રુતનું કીર્તન તેના પછી બાકી રહે છે. તે કહીએ છીએ. જે પુખ્ખરવ૨દી બોલીને એટલે કે એ કરવાપૂર્વક કરેલી ક્રિયા સફળ છે તે