Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૧૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર જણાવવા માટે શ્રુતનો કાઉસગ્ન કરવા એક જણ બોલે અથવા ઘણા બધા બોલે કે સુઅસ્સે ભગવઓથી વોસિરામિ સુધી બોલવું અને પહેલાંની જેમ જ કાઉસગ્ગ કરવો તેમજ સ્તુતિ પણ શ્રુતની કહેવી. તેમજ સ્તુતિ પણ શ્રુતની વૃદ્ધિ કરનારી છે એ વાત અનુભવસિદ્ધ છે. જો એમ ના કહીએ તો એ શ્રુતના અર્થને તથા સ્તુતિના અર્થને જાણનારા પુરુષોની સમાધિ ચાલી જાય. એટલે જુદો ઉપયોગ થવાથી સમાધિભંગ થાય એ ઇતિહાસ પ્રગટ છે, માટે બોધ કરવાનું એ જ છે. વળી, અનુષ્ઠાન પરંપરાફળરૂપે તે અનુષ્ઠાનની ક્રિયાના પ્રયોજકકર્તા સિદ્ધોને નમસ્કાર કરવા માટે “સિદ્ધાણં” સૂત્રને એક જણ અથવા ઘણા જણ બોલે. આ ત્રણ સ્તુતિઓ નિયમાએ કહેવી કહી છે. કેટલાક તો બીજી પણ સ્તુતિઓ બોલવાની કહે છે, પણ એ ભણવાનો નિયમ નથી. માટે તેની વ્યાખ્યા પણ કરી નથી. પહેલાં કહેલું “સિદ્ધાણં બુદ્ધાણં” કહીને ઉપચય કર્યો છે. પુનઃસંભાર એવા શ્રાવક ઉચિતોને માટે ઉપયોગ ફળ એ છે કે એવું જણાવવા માટે વેયાવચ્ચગરાણંથી વોસિરામિ સુધી બોલવું. દરેકનો અર્થ પહેલાની જેમ, એટલો વિશેષ પ્રવચનના માટે તૈયાવચ્ચ કરનારા એટલે જૈનશાસનની ઉન્નતિ કરવામાં વ્યાપારવાળા સમ્યક્તવંતોને શુદ્ર ઉપદ્રવોને માટે શાંતિના કરનારા તથા સામાન્ય કરીને બીજાઓને સમાધિ કરનારા એ રીતે પોતાના તથા પરના વિષે સમાધિ કરનારા દેવોનું આ જ સ્વરૂપ છે એ વૃદ્ધસંપરાય છે. એમને સંબંધી સાતમાના અર્થમાં છઠ્ઠી છે. તે માટે એ વિષયી અથવા એમને અંગીકાર કરીને એટલે અર્થે એ કાઉસગ્ગ કરું એનો વિસ્તાર એટલે કાઉસગ્નવિધિ પહેલાંની સ્તુતિ. અહીંયાં વેયાવચ્ચગરાણની કહેવી (બોલવી) એ વિશેષ છે. તથા તેમના ભાવની શુદ્ધિ થાય છે એ અર્થ કહ્યો છે. તે નહીં જાણે તોપણ એથી તેના શુભની સિદ્ધિમાં એ જ વચન જાણવાલાયક છે એટલે એ પાઠ જ એ વાત જણાવે છે.
તે માટે એ સકલ યોગનું બીજ વંદણવત્તિયાએ એવો પાઠ ન કહેવો તો શું કહેવું ? અન્નત્થનો પાઠ બોલવો. કેમ કે તેમને અવિરતપણું છે. તેથી સામાન્ય પ્રવૃત્તિથી એમ જ ઉપકાર દેખાવાથી વચન પ્રમાણેથી વખાણ્યો સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર.