Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૦૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર गच्छवृद्धि ज्ञात्वा वर्द्धमानशिष्यस्य छगणचूर्णेनाचार्यत्वं दत्तं पुनर्येन १३ पातिसाहछत्रग्राहकवच्चन्द्रावतीनगरीस्थापकविमलमंत्रीश्वरश्राद्धस्यार्बुदाचले विमलवसहिप्रासादे ध्यानबलेन वालीनाहक्षेत्रपालो वृषभदेवस्य मंत्रैः प्रकटीकृत्य स्थापितः मास ६ आचाम्लानि कृत्वा धरणेन्द्रमाहूय सीमन्धरस्वामिपार्वे सूरिमंत्रः शुद्धः कारितः अर्बुदगिरौ स्वर्गे गतः ॥३२॥ तत्पदे श्रीजिनेश्वरसूरिः स च सरस्वतीपत्तनवासी, स्नानागतमस्तकसूक्ष्ममत्स्यदर्शनेन प्रतिबुद्धः येनाणहिलपत्तने दुर्लभराज्ञोऽग्रे सं. १०८० खरतरबिरूदं प्राप्तं ॥३३॥
એનો પરમાર્થ એ છે કે સંવત ૧૦૮૦, તેમાંથી પાટના અઢીસો વર્ષ કાઢીએ તો ૮૩૦નો સંવત આવે. એ અવસરમાં હરિભદ્રસૂરિ હતા તેવું જાણી શકાય. એ ન્યાયથી સિદ્ધર્ષિ શ્રી હરિભદ્રસૂરિજીની નજીક થયા. તેથી લલિતવિસ્તરાવૃત્તિ વિક્રમ સંવત ૯૬રના સાઠ-સિત્તેર વર્ષ પહેલાં થયેલી સંભવે.
જ્યારે ચતુર્થસ્તુતિનિર્ણય પાના ૧૬ ઉપર એમ લખે છે કે “ઉપમિતિ ભવપ્રપંચના શરૂઆતમાં સિદ્ધર્ષિએ મને ભવિષ્યકાળમાં થવાવાળા જાણીને માનો મને જ પ્રતિબોધ કરવા માટે લલિતવિસ્તરાવૃત્તિ રચી છે અને જે સિદ્ધર્ષિજીએ શ્રીહરિભદ્રસૂરિજીની ગુરુ માન્યા છે તે આરોપ કરીને માન્યા છે. આવું લલિતવિસ્તરાવૃત્તિની પંજિકામાં લખેલું છે.” આવું લખવું આત્મારામજીનું મહામિથ્યા છે. કેમ કે લલિતવિસ્તરા પંજિકા શ્રી મુનિચંદ્રસૂરિજીની કરેલી છે. તેમાં તો ઉપર લખ્યા પ્રમાણે લેખ છે જ નહીં. અને બીજી કોઈની બનાવેલી લલિતવિસ્તરા પંજિકા છે જ નહીં. તથા શ્રી સિદ્ધષિજીએ શ્રી હરિભદ્રસૂરિજીને આરોપ કરીને ગુરુ માન્યા છે એવો લલિતવિસ્તરા પંજિકામાં લેખ છે જ નહીં. તોપણ આત્મારામજી અસત્ય લેખ લખે છે. તેમજ અસત્યભાષકના કેટલાક તરફદારો પણ કહે છે કે “લલિતવિસ્તરાની પંજિકામાં શ્રી મુનિચંદ્રસૂરિજી લખે છે કે પાંચસો પંચાસીમાં શ્રી હરિભદ્રસૂરિજી થયા તે જાણે મને પ્રતિબોધ કરવા માટે જ લલિતવિસ્તરાવૃત્તિ બનાવી છે એવી સંભાવના કરીને શ્રી સિદ્ધર્ષિજીએ