Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨ ૧૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર છતાં શ્રી ભદ્રબાહુસ્વામીના નામથી વંદનપયજ્ઞો કોઈ મતપક્ષીએ રચી દીધો એવું તપાસ કર્યા વિના લખીને પૂર્વધરોના રચેલા ગ્રંથનો અનાદર કરી અપમાન, આશાતના કરવી એ કાંઈ આત્મારામજીનો દોષ નથી, એમના કર્મનો દોષ જ છે. કેમ કે પ્રથમ તો એમનો જન્મ જ ઉત્થાપકોના કુળમાં થયો. પણ કોઈ પુણ્યોદયે જૈનમતની શ્રદ્ધાનો લેશ (ભાસ) થયો, પણ જૈનાભાસ કુલપરંપરાના પ્રસંગથી પૂર્વની ઉત્થાપકપણાની વાસના પાછી જાગૃત કરી પ્રતિક્રમણના આદિ-અંતની સ્તોત્ર પ્રણિધાન રહિત પોતાના કુળની પરંપરાની ચૈત્યવંદનાની મર્યાદા ઉત્થાપવાનો ભય ન રહ્યો તો પૂર્વધરાદિકના રચેલા ગ્રંથોને ઉત્થાપવાનો ભય તથા ન ઉત્થાપવાની શ્રદ્ધા એમને રહી નથી. તેવી શ્રદ્ધા છે સુભગો, અમારી નથી.
પૂર્વપક્ષ :- લલિતવિસ્તરાવૃત્તિમાં તો ચોથી થાય કહી છે, તે તમે કેમ માનતાં નથી ?
ઉત્તર :- જે તમારા જેવા એકાંતમતિ હોય તે પૂર્વધર તથા પૂર્વાચાર્યોના વચન ન માને. અમે જો જેમ લલિતવિસ્તરાવૃત્તિમાં ત્રણ થાયથી તથા પૂજોપચારાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થાયથી દેવવંદન કહ્યા છે તે માનીએ છીએ. તે પાઠ :
इह प्रणिपातदंडकपूर्वकं चैत्यवन्दनमिति स एवादौ व्याख्यायते - तत्र चायं विधिः, इह साधुः श्रावको वा चैत्यगृहादावेकांतप्रयतः परित्यक्तान्यकर्त्तव्यः प्रदीर्घतरतद्भावगमनेन यथासंभवं भुवनगुरोः संपादितपूजोपचारस्ततः सकलसत्त्वानपायिनी भुवं निरीक्ष्य परमगुरुप्रणितेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतलः प्रवर्द्धमानातितीव्रतरशुभपरिणामो भक्त्यतिशयान्मुदाश्रुपरिपूर्णलोचनो रोमांचितवपुः मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाधःकृतचिंतामणिकल्पद्रुमोपमं भगवत्पादवंदनं कथंचिदवाप्तं चातः परं कृत्यमस्तीति अनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसो