Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૧૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
બૌદ્ધમાંથી નહીં આવતો જાણીને વળી અનાગત એટલે સંપૂર્ણ બોધ ન પ્રાપ્ત થયો જાણીને, ચૈત્યવંદનાનો આશ્રય કરીને શ્રી હરિભદ્રાચાર્યે મને પ્રતિબોધ કરવા લલિતવિસ્તરા વૃત્તિ રચી.
''
આવી રીતે અનાગત પરિજ્ઞાય ઇત્યાદિ શ્લોકનો અર્થ સંભવે, પણ " अनागतकाल में होने वाला जान के मानुं मेरे ही प्रतिबोध करने વાસ્તે યે નિતવિસ્તરાવૃત્તિ રવી હૈ ।'' એવો આત્મારામજીએ કરેલો અર્થ સંભવે નહીં. કારણ કે “અનાગત' શબ્દના અહીં પ્રકરણવશથી પૂર્વોક્ત ૪ અર્થ સિવાય વધારે અર્થ થતાં નથી. અને આત્મારામજીનો સંભાવનાનો અર્થ તો શ્રી સિદ્ધર્ષિ પરોક્ષપણે એટલે હાજર ન હોય તો સંભવે. પણ પૂર્વાચાર્યોના રચિત અનેક શાસ્ત્રોમાં તો “હરિભદ્રસૂરિએ સિદ્ધર્ષિજીને પ્રતિબોધ કર્યો'' લખે છે. આમ, આત્મારામજીનો સંભાવનાનો અર્થ કરવો એ શાસ્ત્રવિરુદ્ધ છે.
તથા લલિતવિસ્તરામાં વિરહ શબ્દ અંતે છે. વળી “યાનિીમહત્તરસૂનોરાપાર્યદૃમિદ્રસ્યેતિ” એવું ચિહ્ન અંતે લખે છે.
વળી, શ્રી અભયદેવસૂરિજી પંચાશકની વૃત્તિમાં લખે છે કે, વિરહ શબ્દે કરીને શ્રી હરિભદ્રાચાર્ય કૃત પ્રકરણ સૂચિત જાણવું. તેથી ૫૮૫માં શ્રી હરિભદ્રાચાર્ય થયા તે સિદ્ધ થાય છે. અને સિદ્ધર્ષિ માટે એ લલિતવિસ્તરાવૃત્તિ બનાવી એ તો સર્વ શાસ્ત્રોને સંમત છે. માટે વીરસંવત ૯૬૨ સિદ્ધ થાય. કેમ કે ઉપમિતિભવપ્રપંચ ગ્રંથનો સમય વીરનિર્વાણથી ૯૬૨ ગ્રહણ કરીએ તો વિક્રમ સંવત ૪૯૨માં એ ગ્રંથ થયો. તે વેળાએ હરિભદ્રસૂરિજીનું સો વર્ષ ઉપરાંત આયુષ્ય હોય તો તે વખતે તેઓ હાજર હતા તેવું સંભવે. કારણ કે વીરનિર્વાણથી ૧૦૫૫ વર્ષે અને વિક્રમથી ૫૮૫ વર્ષે શ્રી હરિભદ્રસૂરિજી દેવગત થયા. તથા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીકૃત વિચારસાર પ્રકરણમાં લખે છે કે હરિભદ્રસૂરિજી વીરનિર્વાણથી ૧૦૦૫ વર્ષે અને વિક્રમ સંવત ૫૩૫ વર્ષે સ્વર્ગે ગયા. અને વિક્રમ સંવત ૪૯૨ ને વીરનિર્વાણથી ૯૬૨ વર્ષે શ્રી સિદ્ધર્ષિજીએ ઉપમિતિભવપ્રપંચકથા ગ્રંથની રચના કર્યા બાદ ૪૩ વર્ષે શ્રી હરિભદ્રસૂરિજી દેવગત થયા એમ પણ