Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૯૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તો જલદી પોતાનો આત્મિક સ્વભાવ પ્રગટ કરી પરમપદને પ્રાપ્ત કરશો એમાં કોઈ શંકા નથી. સમજદારને વધુ શું કહેવું?
અમે તો શંકા દૂર કરવા પૂર્વધર તથા પૂર્વાચાર્યોના રચેલા શાસ્ત્રપાઠી બતાવ્યા. તે મુજબ ત્રણ થોયની ચૈત્યવંદના તથા ઉત્કૃષ્ટના ત્રણ ભેદ માંહેલી યથાશક્તિએ ઉભયકાળ જિનગૃહમાં ત્રણ થોયની ચૈત્યવંદના અથવા પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત જિનગૃહમાં ચૈત્યવંદના કરી પ્રતિક્રમણ પ્રારંભ અને સમાપ્તિ વખતે સ્તોત્ર-પ્રણિધાન રહિત જઘન્યઉત્કૃષ્ટચૈત્યવંદના નિચે સિદ્ધ થાય છે. આમાં કોઈ વિવાદ કે ઝઘડો રહ્યો નહીં તે માટે શ્રી આત્મારામજી પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્રપ્રણિધાન સહિત ચોથી થોયની ચૈત્યવંદના તથા ત્રણ થોયના નિષેધરૂપ કદાગ્રહને છોડી દે તો અમે તેમને હળુકર્મી ગણીશું.
પ્રશ્ન :- સ્તોત્ર-પ્રણિધાન સહિત ત્રણ થોયની ચૈત્યવંદના તો નવમા ભેદની છે. કેમ કે નવ મેદની ચૈત્યવંદના તો પરસ્પર સંધાન સહિત તમે માનો છો. તો આઠમાં ભેદસંયુક્ત સ્તોત્ર-પ્રણિધાન સહિત નવમા ભેદની ચૈત્યવંદના છ થાયથી દેરાસરમાં કરવી તે મહાભાષ્યકારના વચનથી સિદ્ધ થઈ. તે મુજબ ઉભયકાળમાં કોઈ પણ કરતાં નથી. તે તમે પણ કરતાં નથી. તેથી સ્તોત્ર-પ્રણિધાન સહિત સાતમા ભેદની ચૈત્યવંદના આત્મારામજી લખે છે તે યોગ્ય જ છે ?
જવાબ :- હે આર્ય ! ઉત્કૃષ્ટચૈત્યવંદનાના ત્રણ ભેદ માંહેલી ચૈત્યવંદના મહાભાષ્યકારે યથાશક્તિથી જિનગૃહમાં કરવી કહી તે પ્રમાણે સ્વગચ્છપરગચ્છમાં બીજા કરે છે તે પ્રમાણે અમે પણ કરીએ છીએ અને પૂર્વાચાર્યોએ જિનગૃહમાં સ્તોત્ર-પ્રણિધાનાદિ સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહીએ તે પણ ચૈત્યવંદનાના નવ ભેદોના ઉપલક્ષણરૂપ ત્રણ ભેદ માંહેલી છે. તથા (૧) નમસ્કાર, નમુત્થણંથી જઘન્ય અને તે જ (૨) નમસ્કાર, શક્રસ્તવ સહિત અરિહંત ચેઇઆણું દંડક ચાર ત્રણ થોય, ત્રણ શ્લોક સંયુક્ત મધ્યમાં, વળી (૩) નમસ્કાર, શસ્તવાદિ દંડક પાંચ, ૩ થોય કરી નમુત્થણ, જાવંતિ, જાવંત, સ્તવન, જયવીયરાય સહિત ઉત્કૃષ્ટા – એ ત્રણ ભેદમાંથી