Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૯૭
જિંદગી માટે ખોટું અભિમાન કરી, વગર પ્રયોજને, એકાંતે ત્રણ થોયના વિરોધરૂપ કદાગ્રહ પકડીને પૂર્વધર તથા પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા માર્ગને છેદભેદ કરીને શા માટે મહામોહનીયકર્મનો ઉત્કૃષ્ટ બંધ બાંધવો જોઈએ ?
આવો વિચાર તો અપક્ષપાતી, સમ્યગ્દષ્ટિ, ભવભીરુ પુરુષોને જ હોય છે. પરંતુ સ્વયં નષ્ટ અપર નાશકોને તો એવી ભાવના સ્વપ્રમાં પણ આવતી નથી. જો એવી ભાવના આવતી હોય તો તે પૂર્વધર-પૂર્વાચાર્યોના રચેલા સેંકડો શાસ્ત્રગ્રંથોરૂપ સૂર્યના કિરણો હાથમાં ગ્રહણ કરીને, શા માટે જાણીજોઈને એકાંતે પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્ર-પ્રણિધાન સહિત ચોથી થોયના સ્થાપનરૂપ કદાગ્રહની ખાડમાં પડવાની ઇચ્છા કરે ? તે માટે હે ભવ્યજીવો ! શ્રી જૈનમતથી વિરુદ્ધ કોઈ જૈનાભાસના વચન ઉપર શ્રદ્ધા રાખીને શ્રી જૈનમત સંમત પૂર્વધર તથા પૂર્વાચાર્યોનો શાસ્ત્રોક્ત ત્રણ થોયનો મત છોડી કોઈ કલ્પિત પરંપરાના દૃષ્ટિરાગથી પ્રતિક્રમણમાં ચાર થોયનો મત છે, તેને અંગીકાર કરવાની વાત તો વેગળી રહી પણ તમે આત્મકલ્યાણ ઇચ્છતાં હો અને મોક્ષના અભિલાષી હો તો એ મતને અંગીકાર કરવાનો વિચાર પણ પોતાના દિલમાં કરશો નહીં. કારણ કે જમાલી જેવા મોટા પુરુષો પણ જિનવચન ઉત્થાપવાથી કેટલા દીર્ઘસંસારી થઈ ગયા છે, તો આપણી તો શી વિસાત ? આમ જાણીને ધર્મસાધનનું જે કારણ કરવું તે પરમાત્માના વચન મુજબ જ કરવું, પણ વિકલ્પ કરીને ન કરવું. કારણ કે જો શ્રદ્ધામાં વિકલ્પ થઈ જાય તો જેમ દરિયામાં ચાલતું વહાણ ઊંધું થઈ જાય અને તે વહાણમાં બેસનારના જે હાલ થાય તે અહીં પણ જાણવા. તે માટે ભવ્યજીવો ! તમે કોઈની દેખાદેખીથી અથવા કોઈ હેતુ મિત્ર પર સરાગદષ્ટિ હોવાથી મુગપાશના ન્યાયથી એકાંતે ચોથી થોયના સ્થાપનરૂપી પાશમાં પડશો નહીં અને આગળ કોઈ મતિભ્રમીના ભ્રમાવેલા અજાણપણામાં કોઈ કારણથી પાશમાં પડવાનું થયું હોય તો પૂર્વધર તથા પૂર્વાચાર્યોના વચનરૂપી કુહાડીથી છેદવાનો ઉપાય કરવો એ જ અમારી પરમ મિત્રતાથી હિતશિક્ષા છે. તે અવશ્ય ધારણ કરશો તો સમ્યક્ત્વના આરાધક થઈ સંસારભ્રમણથી બચી જશો અને શાસ્ત્રગ્રંથો અનુસાર ધર્મસાધનામાં વર્તશો