Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૯૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર શકસ્તવદંડક (નમુત્થણ) કહીને ઇરિયાવહી પડિક્કમીને અંતે બે શક્રસ્તવ અથવા ચાર શકસ્તવથી વંદના હોય. (૭૧) એ પાંચ શકસ્તવની વંદના પણ યુક્તિયુક્ત છે. જેણે કરી બહુઆચીર્ણ દેખાય છે. પર એ પણ નવ ભેદોનું ઉપલક્ષણ છે. (૭૨) પાઠક્રિયાને અનુસાર એ ચૈત્યવંદના નવ પ્રકારની કહી. અધિકારવિશેષ વળી સર્વવંદના ત્રણ પ્રકારની પણ કહી છે.
એ પાઠમાં એ ભાવ છે કે નમસ્કાર બોલવાપૂર્વક નમુત્થણે કહી પછી ખમાસમણું દઈ, ઇરિયાવહી પ્રતિક્રમણાદિ કરે. પછી વળી નમસ્કારપૂર્વક નમુત્થણે કહી ઊભો થઈ અરિહંત ચેઇયાણું, વંદણવત્તિયાએ, અન્નત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારીને વર્ધમાન થાય કહે. પછી લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઇયાણું, વંદણવત્તિયાએ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી બીજી વર્ધમાન થાય કહે, પછી પુખરવરદી, સુઅસ્મભગવઓ, વંદણવત્તિયાએ, અશ્વત્થ આદિ કથનપૂર્વક ત્રણ થાયથી દેવ વાંદી નમુત્થણ કહે. વળી અરિહંત ચેઇયાણું કહી પૂર્વોક્ત રીતે ત્રણ થાયથી દેવ વાંદી બેસીને નમુત્થણે કહે. પછી નમોડહંતુ કહી જાવંતિ, જાવંત નમોડર્વત્ ઇત્યાદિ કહી સ્તવન કહે. વળી નમુત્થણું કહી જયવીયરાય કહે. એ પાંચ નમુત્થણની ચૈત્યવંદના પણ પૂર્વોક્ત નવભેદના ઉપલક્ષણરૂપ છે. તેમાં એક નમુત્થણંથી જઘન્યત્યવંદના બે અને ત્રણ નમુત્થણંથી મધ્યમચૈત્યવંદના, ચાર-પાંચથી ઉત્કૃષ્ટત્યવંદના એ ત્રણ ઉપલક્ષણરૂપ ભેદ કહેવાથી બાકીની એક-એક વંદનાના સ્વજાતીય બે-બે ભેદ ગ્રહણ કરવા. આમ સર્વ નવ ભેદની વંદના પૂર્વપાઠક્રિયાને અનુસારથી જાણવી. એ વચનાંતરોક્ત નવ પ્રકારની પણ સાધુ-શ્રાવકને ચૈત્યગૃહમાં તથા શ્રાવકને ત્રિકાલપૂજા અવસરે મહાભાષ્યકારે કરવી કહી છે. તેમાં ઉભયકાળમાં શક્તિ છતે ઉત્કૃષ્ટ ત્રણ ચૈત્યવંદના કરવી કહી અને શ્રાવકને તો વિશેષ પ્રકારે દશ ત્રિક સહિત પાંચ નમુત્થણની સંપૂર્ણ વંદના જ કરવી કહી. તો આત્મારામજી એવું નહીં વિચારતાં હોય કે આપણે પ્રતિક્રમણના આદિઅંતમાં જઘન્યઉત્કૃષ્ટ નામે ત્રીજા ભેદની તથા જિનગૃહમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમા ભેદની ચૈત્યવંદના સિવાય એકાંતે સ્તોત્ર-પ્રણિધાન સહિત પ્રતિક્રમણના આદિ-અંતમાં ચાર થોયની ચૈત્યવંદના સ્થાપીને આ નાનકડી