Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૮૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર
दुब्भिगंधमलस्सावि, तणुरप्पेसण्हाणिया । उभओ वाउवहो चेव, तेण टुंति न चेईए ॥१॥ तिन्नि वा कड्ढइ जाव, थुईओ तिसिलोइआ । ताव तत्थ अणुण्णायं, कारणेण परेणवि ॥२॥
एतयोर्भावार्थः - साधवश्चैत्यगृहे न तिष्ठति अथवा चैत्यवन्दनान्ते शक्रस्तवाद्यनन्तरं तिस्रः स्तुतिः श्लोकत्रयप्रमाणाः प्रणिधानार्थं प्रतिक्रमणानन्तरमंगलार्थं स्तुतित्रयपाठवत् तावच्चैत्यगृहे साधूनामनुज्ञातं निष्कारणं न परतः ॥
અર્થ :- “મિriધ” તથા “તિજ્ઞ વા'' એ બે ગાથાઓનો અર્થ એ છે કે, સાધુનું શરીર દુર્ગધરૂપ હોવાથી દેરાસરમાં મર્યાદા ઉપર રહે નહીં, તે મર્યાદા એ છે કે શ્રુતસ્તવને અનંતર ત્રણ શ્લોક પ્રમાણ ત્રણ થાય કહે ત્યાં સુધી રહે. અથવા ચૈત્યવંદનાના અંતમાં નમુત્થણને અનંતર જો ત્રણ થોય, ત્રણ શ્લોક પ્રમાણ પ્રણિધાનના અર્થે યાવત્ કહીને અને પ્રતિક્રમણ અનંતર મંગલાર્થ સ્તુતિ ત્રણ પાઠની પેઠે કહે ત્યાં સુધી દેરાસરમાં રહેવાની આજ્ઞા છે. કારણ વિના વધુ ન રહે.
તાત્પર્ય એ છે કે કલ્પભાષ્ય ગાથા ઉક્ત ત્રણ થાયની મધ્યમતયા મધ્યમોત્કૃષ્ટ શ્લોકaણરૂપ પ્રણિધાનાંત ચૈત્યવંદના અથવા ઉત્કૃષ્ટતયા ઉત્કૃષ્ટોત્કૃષ્ટ સંપૂર્ણ ત્રણ થોયની ચૈત્યવંદના કર્યા બાદ કારણ વિના સાધુ દેરાસરમાં રહે નહીં. આ શાસ્ત્રપાઠના અર્થરૂપ સૂર્યે પણ તમારા ત્રણ થોયના નિષેધરૂપ અંધકારનો નાશ કરી નાંખ્યો. માટે તમારો “એકાંતે ચાર થાય”નો મત શાસ્ત્રો, પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ છે. તેથી તમારે પણ હવે એ મતની પૂર્ણાહૂતિ કરી દેવી જોઈએ.
તથા વળી “તિન્નિવા” એ વ્યવહારભાષ્યોક્ત સૂત્રને નિત્ય-અનિત્ય બે પ્રકારની ચૈત્યવંદનાનું વિષયિકપણું મહાભાષ્યકારે બતાવ્યું, ત્યાં ઉભયકાળ તથા ત્રિકાળ ચૈત્યવંદના કરવી તેને નિત્યચૈત્યવંદના કહેવાય, તે નિત્યચૈત્યવંદના મોક્ષાર્થીએ સંપૂર્ણ કરવી, પણ ગૃહસ્થ તો વિશેષે જ કરવી. મહાભાષ્યનો પાઠ :