Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૯૩ निच्चं चिय किच्चमिणं, न य सव्वोतरइ निच्च सो काउं । इय सव्वपरिव्वाया, उवइट्ठा पव्वदियहेसु ॥२१॥
અર્થ :- એ પૂર્વોક્ત કારણથી શુભમતિ અષ્ટાપદ, ગિરનાર પ્રમુખ તીર્થ મનમાં ધારણ કરીને પર્વ દિવસોમાં ઘણા ચૈત્યો વાંદે છે. (૧૬) સમસ્ત સંઘે આઠમ-ચૌદશના દિવસે વિશેષ પ્રકારે દરેક દેરાસરોને વાંદવા એવું સૂત્રમાં કહ્યું છે. (૧૭) તેમજ પર્વ દિવસોમાં પૂજા વિશેષ કારી શ્રાવક પણ પૂર્વપુરુષોના સાધના વિશે એમ વર્ણવી. જેથી શ્રાવકો માટે એ સૂત્ર કહ્યું છે. (૧૮) સંવત્સરી, ચોમાસી, અષ્ટાલિકા આદિ વિશેષ તિથિઓમાં જિનવરપૂજા તથા તપ વગેરે ગુણને વિશે સર્વ આદરે કરી શ્રાવક લાગે. (૧૯) એ સૂત્રમાં એક પૂજાનો જ આદર કરવો કહ્યો, પણ વંદનાનો આદર કરવો ન કહ્યો એમ ન જાણવું. કેમ કે જે વંદના રહિત વિકલપૂજા હોય તે સંપૂર્ણ પૂજા ન ગણાય. (૨૦) એ પૂજા પ્રમુખ નિત્યકૃત્ય સર્વ નિરંતર ન કરી શકાય તો અપવાદ પર્વ દિવસોમાં તીર્થંકર-ગણધરોએ કરવાં ઉપદેશ્યાં છે. (૨૧)
એ પૂર્વોક્ત નિત્ય-અનિત્ય વંદનાના પાઠમાં મહાભાષ્યકારે સાધુ-શ્રાવકને ઉત્સર્ગે ઉભયકાળે સંપૂર્ણ નિત્યવંદના કરવી કહી. તેમાં સાધુને તો ચરણકરણ અવિરોધી ક્રિયાંતર કરવાથી ઓછી-વધુ પણ કરવી કહી, અને શ્રાવકને તો ઉત્સર્ગે પાંચ શક્રસ્તવ સહિત નિત્યવંદના ત્રિકાલપૂજાના અવસરે કરવી કહી ને અપવાદે શ્રાવકને નવ ભેદમાં હરકોઈ વંદના કરવી કહી. એ નિત્યવંદના સાધુને તથા શ્રાવકને નિરંતર ન બની શકે તોપણ પર્યાદિકમાં સાધુએ ચૈત્યપરિપાટીમાં અને શ્રાવકે ચૈત્યપરિપાટી તથા પૂજા અવસરે અપવાદે અધિક વંદના અનિત્ય કરવી કહી.
તો હવે વિચાર કરવો જોઈએ કે પૂર્વોક્ત નવ ભેદમાંથી ફક્ત છઠ્ઠા ભેદની ચૈત્યવંદના કલ્પભાષ્ય ગાથામાં કહી હોય તો મહાભાષ્યકાર વ્યવહારભાષ્યોક્ત સૂત્રને નિત્ય-અનિત્ય વંદના વિષયક કહેત નહીં. કેમ કે નિત્ય-અનિત્ય ચૈત્યવંદના તો સંપૂર્ણ કહી છે, ને કલ્પભાષ્ય ગાથાની ચૈત્યવંદના તો સ્તવ-પ્રણિધાન વિના સંપૂર્ણ જણાય નહીં પણ