Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૭૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર થોયની સ્તોત્ર પ્રણિધાન રહિત ઉત્કૃષ્ટચૈત્યવંદનાનો સાતમો ભેદ કરવાનો ચીલો બંધ પડ્યો. જેમ સામાયિકમાં લઘુ તથા બૃહશાંતિ કહેવાની રૂઢિ ચાલી તેમ પ્રતિક્રમણના આદિ-અંતના સામાયિકમાં પણ સ્તોત્ર-પ્રણિધાન રહિત ચોથી થોય સહિત ત્રણ થોયની રૂઢિ પ્રાય: સર્વ ઠેકાણે ચાલે છે. પણ હે પૂર્વપક્ષિણ તમો ચતુર્થસ્તુતિનિર્ણયના પાના નં. ૯૨માં “ફર્યા નમારી: शक्रस्तवः चैत्यादि दंडक ४ स्तुति ४ शक्रस्तवः द्वितीयशक्रस्तवांताः સ્તવપ્રાિથાના િરહિત વીરવંદ્રનો અદ્દાઓ એવી રીતે મધ્યમોત્કૃષ્ટ વંદનાનો છઠ્ઠો ભેદ પોતાના મનકલ્પિત યંત્રમાં લખીને પૃષ્ઠ ૨૦મામાં "छट्ठा भेद तीनथुईसे जो चैत्यवंदना करने का है सो चैत्यप्रवादिमें करणे 1 હૈ | પરમાર્થ હૈ” એવું લખો છો તો ત્રણ તથા ચાર થાય મધ્યમઉત્કૃષ્ટતાનો છઠ્ઠો ભેદ તો તમારા લખવા પ્રમાણે ચૈત્યપરિપાટીમાં સિદ્ધ થયો. તો ચતુર્થસ્તુતિનિર્ણય પાના ૮૮, ૯૮, ૧૦૦, ૧૦૩, ૧૦૭, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૬, ૧૨૭ આદિ પાના પર અનુક્રમે દેવસિ પ્રતિક્રમણમાં, પ્રથમ પ્રતિક્રમણમાં, રાઇઅ પ્રતિક્રમણના અંતમાં, દેવસિ પ્રતિક્રમણના પ્રારંભમાં, દેવસિપ્રતિક્રમણની વિધિમાં, રાઇઅ પ્રતિક્રમણના અંતમાં વગેરે વાક્યને અંતે ચાર થાયથી ચૈત્યવંદના કરવી કહી છે તેમ લખો છો.
એ સર્વ લખવું તમારું કાર પર લીંપણ જેવું થયું. કેમ કે છઠ્ઠા ભેદની મધ્યમઉત્કૃષ્ટચૈત્યવંદનામાં તમે ચૈત્યપરિપાટીમાં માનીને “સં ૩મય#મિતિ મહમધ્યવનપ્રામાથા” એવું ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૧૦૭માં લખો છો એટલે ઉભયકાળ જિનગૃહમાં તથા પ્રતિક્રમણના આદિ-અંતમાં ઉત્કૃષ્ટત્યવંદનાના ત્રણ ભેદ કરવા એમ તમારા લખવા પ્રમાણે જ સિદ્ધ થાય છે. પણ તમે મનકલ્પિત યંત્રમાં ઉત્કૃષ્ટત્યવંદનાના ત્રણ ભેદ સ્તોત્ર-પ્રણિધાન સહિત લખો છો તે પ્રમાણે તો કોઈ તપાગચ્છના તથા અન્ય ગચ્છના પૂર્વાચાર્યોને વારે પ્રતિક્રમણના આદિ-અંતમાં કોઈ સાધુ તથા શ્રાવકે કર્યા નથી અને વર્તમાનમાં પણ કોઈ કરતાં નથી. આવનાર કાળમાં પણ તમારા જેવા મનકલ્પી સિવાય જૈનમતી સમ્યગ્દષ્ટિ