Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૭૭ _ "चैत्यवंदनवेलायां तु स्थापनार्हन्निति तथा चावश्यकादिकरणकाले स स्थापनाचार्य इति व्यपदिश्यते ।"
જૈનશાસ્ત્રોના વચનથી અરિહંતસ્થાપનાનો સંકલ્પ કરી, અપવાદે શ્રી સ્થાપનાજી આગળ સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમી ચૈત્યવંદના કરી પ્રતિક્રમણ કરતાં. તેમજ હમણાં વર્તમાનકાળમાં અન્ય કેટલાક ગચ્છના સાધુ-શ્રાવક તો ત્રણ થાયથી ઉત્કૃષ્ટ-ચૈત્યવંદનાનો સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમો ભેદ કરી પ્રતિક્રમણ કરે છે.
પણ તપાગચ્છમાં વિક્રમ સંવત ૧૬૭૧ના વર્ષ પહેલાં શ્રી સેનસૂરિજીને સમયે શ્રાવિકા વચ્ચે ત્રણ તથા ચાર થોયની ઉત્કૃષ્ટચૈત્યવંદના બંધ પડી ને એક થોયની ચૈત્યવંદનાની પ્રવર્તન ચાલી તેની દેખાદેખીથી શ્રાવકોમાં પણ તે ચાલી. તે પ્રવર્તના ચાલતી દેખીને શ્રી જેસલમેર સંઘે શ્રી સેનસૂરિજીને પ્રશ્ન પૂછ્યો. તે પાઠ :
तथा श्रावका जिनालये चैत्यवन्दनां विधायोर्ध्वस्थिताः संते एकनमस्कारकायोत्सर्गं कृत्वा चैकां स्तुतिं कथयत्येतद्विधिः कास्तीति प्रश्नः एतद्विधिर्भाष्यावचूरीमध्ये चैत्यवंदनाधिकारे कथितोऽस्ति परमेतद्विधिकरणप्रवृत्तिरधुना श्राविका मध्ये दृश्यत इति ।
અર્થ :- પ્રશ્ન :- શ્રાવક જિનલાયકમાં ચૈત્યવંદના કરી ઊભા રહી એક નવકારનો કાઉસગ્ગ કરીને એક થોય કહે છે, તે વિધિ કયા ઠેકાણે છે ?
ઉત્તર :- એ વિધિભાષ્યની અવચૂરિ એટલે શ્રી દેવેન્દ્રસૂરિજીકૃત લઘુભાષ્ય, તેની અવચૂરિ શ્રી સોમસુંદરસૂરિજીકૃત ચૈત્યવંદનાદિ કારમાં કહી છે. પરંતુ એ વિધિ કરવાની પ્રવૃત્તિ તો હમણાં શ્રાવિકામાં દેખાય છે.
એ પ્રશ્નોત્તરના અભિપ્રાયથી તે અવસરથી ત્રણ તથા ચાર થોયની ઉત્કૃષ્ટત્યવંદના ધીમે ધીમે બંધ પડતાં હમણાં વર્તમાનકાળમાં શ્રાવકશ્રાવિકા બંનેમાં જિનગૃહમાં જિનપૂજા વખતે તથા પ્રતિક્રમણના આદિઅંતમાં ત્રણ તથા ચાર થોયની ઉત્કૃષ્ટચૈત્યવંદના સર્વથા પ્રકારે બંધ પડી ને જિનગૃહમાં જિનપૂજા વખતે તો એક કોયની ચૈત્યવંદના રહી અને પ્રતિક્રમણના આદિ-અંતમાં અને ઉભયકાળ જિનચૈત્યમાં ત્રણ તથા ચાર