Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૭૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
કેમ કે લઘુશાંતિની ટીકામાં કહ્યું છે કે, યથાાર્યમુદ્દિશ્ય વા માसर्वदा स्वयं पठति अन्यसकाशात् शृणोति वा ।
કોઈ કાર્યને અવસરે સર્વદા કાળ પોતે ભણે અથવા બીજાની પાસે સાંભળે એ વચનથી કાર્ય વિના નિરંતર ભણવી કહી નથી. પણ હમણાં વર્તમાનકાળમાં તપાગચ્છમાં તો કાર્ય વિના પણ નિરંતર પ્રતિક્રમણની સામાયિકમાં લઘુશાંતિ કહેવાની રૂઢિ ચાલે છે ને ખરતરગચ્છમાં ત્રણ પ્રતિક્રમણના અંતમાં સામાયિક પારીને કહેવાની રૂઢિ ચાલે છે, તેમજ ચોથી થોય સહિત દેવવંદનની રૂઢિ પણ સામાયિકમાં ચાલી છે. કેમ કે પૂર્વધરોને વારે તો પૂર્વોક્ત ગ્રંથના ન્યાયથી ત્રણ થોયથી ત્રિકાળ પૂજાને અવસરે તથા ઉભયકાળ યથાશક્તિ ઉત્કૃષ્ટચૈત્યવંદનાના ત્રણ ભેદમાં કરી પ્રતિક્રમણના આદિ-અંતમાં જઘન્યઉત્કૃષ્ટચૈત્યવંદના કરતાં ને ત્યારપછી વિક્રમ સંવત ૫૮૫ તથા વિક્રમ સંવત ૯૬૨થી પૂર્વધર નિકટ કાલવર્તી આચાર્યને વારે પૂર્વોક્ત ગ્રંથોના ન્યાયથી સાધુ તો પ્રતિષ્ઠા આદિ અવસરના કારણે અને શ્રાવકજન જિનપૂજા અવસરે ચોથી થોય સહિત ઉત્કૃષ્ટચૈત્યવંદના કરતાં તથા સાધુ-શ્રાવક જિનચૈત્યમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત ત્રણ થોયથી તથા ઉત્કૃષ્ટચૈત્યવંદનાનો સાતમો ભેદ કરી પ્રતિક્રમણના આદિ-અંતમાં જઘન્યઉત્કૃષ્ટચૈત્યવંદના કરતાં.
ત્યારપછી વિક્રસ સંવત ૧૩૩૦ના વર્ષ પછી તપાગચ્છ તથા ખરતરગચ્છના પૂર્વાચાર્યોના વારે પણ ત્રણ થોયથી તથા ચાર થોયથી પૂર્વોક્ત પ્રમાણે યથાયોગ્ય ચૈત્યવંદના કરતાં. ત્યારપછી વિક્રમ સંવત ૧૫૦૬ના વર્ષ પછી વિક્રમ સંવત ૧૭૪૪ના વર્ષ પહેલાં તપગચ્છના પૂર્વાચાર્યને વારે તથા વિક્રમ સંવત ૧૬૧૭ના વર્ષ પછી ને વિક્રમ સંવત ૧૬૮૧ના વર્ષ પહેલાં ખરતરગચ્છના પૂર્વાચાર્યોને વારે પણ સાધુ તથા શ્રાવક યથાસંભવ દેવગૃહમાં ઉત્કૃષ્ટના ત્રણ ભેદમાંથી યથાશક્તિ ચૈત્યવંદના કરતાં તથા ઉભયકાળ ચૈત્યગૃહમાં ઉત્કૃષ્ટચૈત્યવંદનાનો સાતમો ભેદ સ્તોત્ર
પ્રણિધાન રહિત કરી પ્રતિક્રમણ કરતાં. ચૈત્યને અભાવે તથા સાંજ-સવારે ચૈત્યના દ્વા૨ અવસરે ઉઘડતાં ન હોય તથા અવસર થઈ જાય આદિ કારણથી