Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
चउराइ खमासमणेहिं आयरियाई वंदिय इत्यादि ॥१॥ इति देवसिकप्रतिक्रमणविधौ ॥
અર્થ :- એ પાઠોમાં શ્રી તપાગચ્છીય તથા અન્યગચ્છીય એટલે ખરતરગચ્છ પ્રમુખ આચાર્યોએ પ્રતિક્રમના આદિ-અંતની ચૈત્યવંદના સ્તોત્રપ્રણિધાન રહિત જિનચૈત્યમાં કરવી કહી. અહીં કોઈ આત્મારામજી જેવા કહે છે કે, વિધિપ્રપા પ્રમુખના પાઠમાં તો જિનચૈત્યમાં ચૈત્યવંદના કરવી એવા અક્ષર નથી, પણ પ્રતિક્રમણની વિધિમાં આદિ-અંતમાં કરવી કહી છે. તેની અજ્ઞતા દૂર કરવાને કહીએ છીએ કે, મહાનુભાવ ! વિધિપ્રપા પ્રમુખના પાઠ છે તે વિધિવાદે છે. વિધિવાદ પ્રાયઃ સામાન્ય-વિશેષપણે હોય. તેથી અહીં વિધિપ્રપા પ્રમુખના પાઠમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં “સમ્પૂર્ણાં ચૈત્યવંવના અસ્તોત્રા” એ વચનથી વિશેષ પ્રકારે ચૈત્યવંદના સૂચવી અને “સ્તુતિત્રયમળનું શસ્તવઃ પૂર્યાં ચૈત્યવંવના' એ વચનથી સામાન્ય અને વિશેષ વિધિ બે સૂચન કર્યા એટલે પ્રતિક્રમણને અંતે સ્તુતિમંગલ-શક્રસ્તવ કહેવાથી જઘન્યઉત્કૃષ્ટચૈત્યવંદના કરી તો રેવા નફ ગતિો વંવંતિ' આદિ ઉત્તરાધ્યયનવૃત્તિ તથા ભાષ્યાદિકના વચનથી જિનચૈત્યમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમી વંદના સૂચવી તથા જાવંતિ ચેઇયાઇં એ બે ગાથા અને સ્તવન જયવીયરાય વર્જીને ચૈત્ય વાંદવા એ વાક્યથી પણ જિનચૈત્યમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમી વંદના સૂચવી. કેમ કે ચૈત્યવંદનમહાભાષ્યમાં મહાપ્રભાવક શ્રી શાંતિસૂરિજીએ ઉત્સર્ગે ચૈત્યવંદના ચૈત્યમાં જ કરવી કહી છે. તે પાઠ :
भावजिणप्पमुहाणं. सव्वेसिं चेव वंदणा जइवि । जिणचेइयाण पुरओ, कीरइ चिइवंदणा तेण ॥१२॥ जिणबिंबाभावे पुण, ठवणागुरुसक्खिया विकीरंति । चिइवंदणच्चिय इमा, नायव्वा निउणबुद्धिहिं ॥१३॥ अहवा जत्थवितत्थ वि, पुरओ परिकप्पिउण जिणबिंबं । कीरइ बुहेहिं, सा नेया चिइवंदणा तम्हा ॥ १४ ॥