Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૬૯ અર્થ:- જો પણ ભાવજિન પ્રમુખની નિશે વંદના છે તો પણ ચાર નિપાનું વંદન છે, કેમ કે જિનરાજની પ્રતિમા આગળ કહીએ તે ચૈત્યવંદના કહીએ. /૧ર/ વળી જો ચૈત્ય ન હોય તો ગુરુસાક્ષીએ સ્થાપના આગળ ચૈત્યવંદના કરે. માટે નિપુણ બુદ્ધિના ધણીએ એનું નામ ચૈત્યવંદના જણાવી તથા ગાથાનું ચોથું પદ “ત–વિપરમિડક્વUTIો” એવા પાઠાંતરનો પરમાર્થ એ છે કે ગુરુસાક્ષીએ સ્થાપના છે તે પણ પંચ પરમેષ્ઠિની સ્થાપના છે //૧૩ી અથવા જ્યાં જ્યાં પંડિતોએ પરિકલ્પના કરી જિનબિંબની આગળ ચૈત્યવંદના કરી તે માટે ચૈત્યવંદના જાણવી. ૧૪એ પાઠમાં દેરાસરના અભાવે સ્થાપના આગળ ચૈત્યવંદના કહી તેથી સર્વે નવ ભેદ ચૈત્યવંદનાના છે. તે ઉત્સર્ગે તો જિનચૈત્યમાં તથા અપવાદે સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમી વંદના તથા જઘન્યઉત્કૃષ્ટત્યવંદના સ્થાપના આગળ કરવી તેમ જ કહ્યું છે. વિક્રમ સંવત ૧૬૧૭માં કારતક સુદી સાતમ શુક્રવારે પાટણનગરમાં શ્રી ખરતરગચ્છનાયક શ્રી જિનચંદ્રસૂરિએ સર્વગચ્છીય ગીતાર્થ તથા શુદ્ધમાર્ગી તપાગચ્છના ગીતાની સંમતિએ ચર્ચા પ્રશ્નોત્તર ગ્રંથ બનાવ્યો છે. તેમાં દેવગૃહમાં પ્રતિક્રમણની આદિ-અંતમાં ચૈત્યવંદના કહી તેની ભાષા જેમ છે તેમ લખીએ છીએ તથા પ્રાચીન શાસ્ત્રને અભિપ્રાય બે પ્રતિક્રમણના આદિઅંત ચૈત્યવંદન દેવગૃહમાં જ કરવા ઉપદેશ્યા છે. એની સાક્ષી શ્રી ઉત્તરાધ્યયનના ૩૬મા અધ્યયનની વૃત્તિમાં તથા વ્યવહારચૂર્ણિપીઠિકામાં અને આવશ્યકચૂર્ણિમાં છે. એવી રીતે પૂર્વોક્ત ૧૦ ગ્રંથોને અનુયાયી વર્તમાન નિકટ પૂર્વકાલવર્તી તપાગચ્છના તથા અન્ય ગચ્છના આચાર્ય જાવંતિ, જાવંત, સ્તવન અને જયવીયરાય રહિત દેવગૃહમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં ચૈત્યવંદના કરતાં. તેમજ વર્તમાનકાલવર્તી તપગચ્છ તથા અન્ય ગચ્છોના આચાર્ય, સાધુ, શ્રાવક પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત ચૈત્યવંદના કરે છે. પરંતુ તપગચ્છ તથા ખરતરગચ્છ પૂર્વાચાર્યોના સમયમાં તો ક્ષુદ્રોપદ્રવ આદિ નિવારણને અર્થે જેમ બૃહશાંતિ મૂલમાં વિધિ કહ્યો છે તે પ્રમાણે વિધિયુક્ત જિનમંદિરમાં શાંતિ ભણતાં. કેમ કે વિક્રમ સંવત ૧૫૦૬ની સાલમાં શ્રી જયચન્દ્રસૂરિ થયા, તેઓએ પ્રતિક્રમણગર્ભહેતુ બનાવ્યો તેને અનુસાર તપગચ્છ તથા ખરતરગચ્છવાળા