Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬૪
થતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર હોવાથી કોઈના ગચ્છની પરંપરામાં તમે નથી, પણ લોકોને ભરમાવવા માટે કહો છો કે અમે તપગચ્છના છીએ, પણ તમે તપગચ્છની સામાચારી પ્રમાણે વર્તતા નથી. તપગચ્છમાં તો તમે લખ્યા પ્રમાણે વર્તમાનકાળમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં, ઉભયકાળમાં અને જિનમંદિરમાં તમે કાંઈ પણ કરતાં નથી. તમે તમારી પૂજા-માનતા ઘટવાના ડરથી ક્યાંથી કરતાં હશો તો તપગચ્છના પૂર્વાચાર્ય અને અન્ય ગચ્છના આચાર્ય તો તમારા લખ્યા પ્રમાણે ભાષ્યવિરુદ્ધ વચન સાતમા ભેદની ચૈત્યવંદના કરે જ ક્યાંથી? કેમ કે જિનમતમાં તો નવ પ્રકારની ચૈત્યવંદના સિવાય અધિક કહી જ નથી. તેની પૂર્વધર તથા પૂર્વધર વર્તમાનકાલવર્તી આચાર્યોને વારે તો, સાધુ તથા શ્રાવક પ્રતિક્રમણના આદિ-અંતની “નડું વે બ સ્થિર મો વં”િ આદિ આવશ્યકચૂર્ણિના વચનથી ત્રણ થાયથી ત્રણ ભેદમાં રહેલી ઉત્કૃષ્ટત્યવંદના યથાશક્તિએ ઉભયકાળ જિનચૈત્યમાં કરતાં તથા સ્તોત્ર-પ્રણિધાન રહિત દેવગૃહમાં સાતમી વંદના કરી, સાંજના પ્રતિક્રમણ આદિમાં નમસ્કાર, નમુત્થણ કહી ભગવાન આદિ ચાર ખમાસમણા દેઈ પ્રતિક્રમણ ઠાવતાં અને “મહીસન્નિદિય વેફયા મલ્થિ તો વંન્ગિા ' એટલે નજીક ચૈત્ય હોત તો વાંદવા વગેરે શ્રી વ્યવહારભાષ્યના વચનથી તથા “શરૂ ઘેરે કિયા વેયાતિયં નિં પડિકંતા મા ગાવા
સેવા-પીવસ વેડ્યું નવંયંતિ તો મારૂત્તિ” એટલે દેરાસરમાં રહી સાધુ સંધ્યાકાલ નિવેદન કર્યા પછી આવશ્યક કર્યા પહેલાં અને પ્રભાતના આવશ્યક કર્યા પછી જો ચૈત્ય ન વાંદે તો એક માસનું લઘુપ્રાયશ્ચિત્ત પામે વગેરે વ્યવહારવૃત્તિના પીઠિકાના વચનથી પ્રાતઃકાળના પ્રતિક્રમણના અંતે ‘વિશાલલોચનદલઆદિ સ્તુતિ, નમસ્કાર, નમુત્થણે કહી ભગવાન આદિ ચાર ખમાસમણાં નજીકના ચૈત્યમાં દઈ સ્તોત્ર, પ્રણિધાન રહિત સાતમી વંદના કરતાં, અન્યથા ચાર ખમાસમણા દઈ પડિલેહણ આદિ ક્રિયા કરતાં તેમજ પૂર્વધર નિકટ પશ્ચાત્કાલવર્તી આચાર્યોને વારે પણ “વં, ગદ્ય વેરૂ” આદિ શ્રી પ્રદ્યુમ્નસૂરિકૃત સામાચારી પ્રમુખ ગ્રંથોના વચનથી પ્રતિક્રમણના આદિ-અંતમાં સાધુ તો પ્રાયઃ સ્તોત્ર પ્રણિધાન રહિત સાતમી ચૈત્યવંદના ત્રણ થોયથી કરી પ્રતિક્રમણના આદિ અંતમાં પૂર્વોક્ત