Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬ ૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર नवकारेण जहन्ना, दंडयथुईजुयलमज्झिमा नेया । संपुन्ना उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥६६॥ नवकारेण जहन्ना, जहन्नजहीनया इमाक्खाया । दंडयएगथुइए, विन्नेया मज्झममज्झमिया ॥६७॥ संपुन्ना उक्कोसा, उक्कोसुक्कोसिया इमा सिट्ठा । उपलक्खणं खु एयं, दोण्हं दोण्हं सजाईए ॥६८॥
અર્થ :- એ નવ ભેદના ઉપલક્ષણરૂપ ત્રણ ભેદ પંચાશકમાં શ્રી હરિભદ્રસૂરિજીએ પણ કહ્યા છે. /પા (૧) માત્ર નમસ્કારથી થતી જઘન્યચૈત્યવંદના, (૨) બીજી એક દંડક અને એક સ્તુતિ એ બેના યુગલથી મધ્યમચેત્યવંદના અને (૩) ત્રીજી તે સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. વિધિ કરીને વંદના ત્રણ પ્રકારે છે /૬૬ (૧) માત્ર નમસ્કાર કરીને થતી જઘન્યવંદના કહી છે તે જઘન્યજઘન્ય-વંદના નામનો પહેલો ભેદ. (૨) એક દંડક (અરિહંત ચેઇયાણું) અને એક સ્તુતિથી થતી મધ્યમચેત્યવંદના તે તેનો મધ્યમમધ્યમ ભેદ બીજો કહ્યો છે. ૬૭ (૩) સંપૂર્ણ ઉત્કૃષ્ટ વંદનાનો ઉત્કૃષ્ટઉત્કૃષ્ટ ભેદ ત્રીજો કહ્યો છે. આ ત્રણ ભેદ કહેવાથી એકએક વંદનાના સ્વજાતીય બે ભેદ ગ્રહણ કરતાં આ પ્રકારે ચૈત્યવંદનાના નવ ભેદ પંચાશકજી મુજબ સિદ્ધ થાય છે. //૬૮
આમ, સુધર્માસ્વામી ગણધર, ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી વગેરેના કરેલ શાસ્ત્રોમાં ચૈત્યવંદનાના ત્રણ ભેદ કહ્યાં તેના અનુયાયી ઉપલક્ષણરૂપ નવ ભેદ પણ પંચાશકમાં કહ્યા. તેને અનુયાયી પૂર્વધર પછીના સમયમાં થયેલ શાંતિસૂરિજીએ એક-એક વંદનાના સ્વજાતીય બે-બે ભેદ કહી નવ ભેદની ચૈત્યવંદના બતાવી તે પણ પ્રાયઃ ત્રણ થોયની જાણવી. કારણ કે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ત્રણ થાયથી કહી તો સ્વજાતીય એક-એક ભેદમાં પણ ત્રણ થાયથી નવ ભેદની ચૈત્યવંદના સિદ્ધ થઈ. હવે તટસ્થ પુરુષોએ વિચાર કરવો જોઈએ કે, આવા મહાપુરુષોના વચનની આત્મારામજીને જાણ નહીં હોય તો તેમના વચનને બુદ્ધિવાળો સત્ય માનશે ?