Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ચૈત્યવંદનામાં જાવંતિ-જાવંત-સ્તવન-જયવીયરાય પર્યત ગ્રહણ કરતાં નવમી ચૈત્યવંદનાનો અભાવ જ થાય. કેમ કે સ્તુતિ આઠ સ્તોત્ર ત્રણ પ્રણિધાન પર્યત આઠમી ચૈત્યવંદના આત્મારામજી પોતાના લખ્યા મુજબ કરતાં હશે તો નવમી ચૈત્યવંદનામાં અજ્ઞાનના અંધારે ફાંફા મારવા સિવાય શું કરતાં હશે ?
વળી, સ્તોત્ર એટલે સ્તવન, પ્રણિપાતદંડક એટલે નમુત્થણ, પ્રણિધાનત્રિક એટલે જાવંતિ, જાવંત, જયવીયરાય એટલાને સંયુક્ત વંદનાને ભાષ્યકારે નવમી વંદના કહી તે વચનનું આરાધન શી રીતે કરતાં હશે? અને કદાચ પરસ્પર વંદનાઓના સંધાન વગર સાતમી વંદનાના આદિ શબ્દથી પ્રણિધાન પર્યત ઉત્કૃષ્ટ વંદનાના ત્રણ ભેદ જુદા-જુદા પોતાના લખવા પ્રમાણે માનતાં હશે તો ચતુર્થસ્તુતિનિર્ણય પત્ર આઠમાં “અમારા તપગચ્છના પૂર્વાચાર્ય અને અન્ય ગચ્છોના આચાર્ય બધા ચાર થોય માનતાં આવ્યાં છે, આ માટે અમે પણ ચાર થાય માનીએ છીએ. એવું પોતાનું લખેલું વચન કેવી રીતે પાળતાં હશે? કેમ કે સાતમી વંદના ચાર થાયથી સ્તોત્ર પ્રમુખ પ્રણિધાન સહિત માની તો, આઠમી વંદના પણ પ્રણિધાન સ્તોત્ર સહિત આઠ થાયથી એટલે સિદ્ધ થઈ માની અને આઠમી વંદના આઠ થઈથી પ્રણિધાનસ્તોત્ર સહિત માની તો નવમી વંદના પણ સોળ થોય પ્રણિધાનસ્તોત્ર સહિત એટલે સિદ્ધ થઈ માની તો સોળ થાયથી ચૈત્યવંદના એટલે આત્મારામજી પોતાના લખવા પ્રમાણે માનવી સિદ્ધ થઈ તેવી રીતે તપગચ્છના પૂર્વાચાર્ય તથા અન્ય ગચ્છના આચાર્ય કોઈપણ માનતાં નથી. કેમ કે તે તો ત્રણ તથા છ થાયથી તથા પૂજા આદિ વિશિષ્ટ કારણે ચાર તથા આઠ થાયથી ચૈત્યવંદના માનતાં આવ્યાં તે જ વળી વર્તમાનમાં માને છે. પણ સોળ થાયથી ચૈત્યવંદના તો કોઈ ગચ્છવાળા માનતા નથી. તેથી આત્મારામજીનો ગચ્છ અને મત સર્વ ગચ્છથી વિપરીત જ છે.
તથા પાના નં. ૧૯ પર આઠ થાયથી આઠમી વંદના લખે છે તે પણ શાસ્ત્રવિરુદ્ધ છે. કેમ કે છઠ્ઠા ભેદમાં ચોથી થાયનો અભાવ થયો તો સાતમાઆઠમા ભેદમાં તો ક્યાંથી હોય? અને યુગલ શબ્દ કરી જો ચાર ગ્રહણ કરતાં હોય તો “મુળરસવાનુય” આદિ વચનથી તમામ