Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૫૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કાળમાં તેવી ચૈત્યવંદના કરે તો સર્વ નવભેદ શુભ છે, મોક્ષફળને દેનારી છે. ૬૦ના શક્તિ છે તો ઉભયકાળમાં ૬૦ ઉત્કૃષ્ટ ત્રણ ભેદની ચૈત્યવંદના કરવી યોગ્ય છે. વળી શ્રાવકોને તો વિશેષ સહિત કરવી જોઈએ. કેમ કે શ્રાવકોને માટે એવું કહ્યું છે. [૬૧]ઉભય કાળમાં શ્રાવકજન જિનપ્રતિમાની અગર, ધૂપ, પુષ્પ, ગંધે કરીને પૂજા સહિત સ્તોત્ર-સ્તુતિ કરીને ઉત્કૃષ્ટચૈત્યવંદના કરે. એટલે પ્રાતઃ સંધ્યાએ પૂજા કરીને ઉત્કૃષ્ટના ત્રણ ભેદમાંની યથાશક્તિ દેવવંદના કરે. II૬રા જઘન્યના ત્રણ અને મધ્યમના ત્રણ મળીને બાકી ચૈત્યવંદનાના છે ભેદ રહ્યા તે દેશકાળ દેખીને સાધુશ્રાવકે ચૈત્યપરિપાટી આદિમાં કરવા. આદિ શબ્દથી કાલગ્રહણ વગેરે વિધિમાં તથા પ્રતિક્રમણના આદિ-અંતમાં કરવા. //૬૩ી તેમ જ કલ્પભાષ્યમાં કહ્યું છે કે તમામ જિનાલયોમાં ત્રણ થોયની ચૈત્યવંદના કરવી અને દેરાસર ઘણાં હોય ને સમય ઓછો હોય તો એક-એક થોયની ચૈત્યવંદના કરવી. ||૬૪ll
અહીં ચતુર્થસ્તુતિનિર્ણયના પાના નં. ૨૦ પર આદિ શબ્દથી આત્મારામજી લખે છે કે, જઘન્ય અને મધ્યમના મળીને છ ભેદની ચૈત્યવંદના મૃતકસાધુને પરઠવ્યા પછી કરવી, પણ આત્મારામજીનું આવું લખાણ તેમની અજ્ઞાનતા પ્રગટ કરે છે. કારણ કે તે જ પુસ્તકના પાના નં. ૧૮ પર મહાભાષ્યના અર્થમાં તથા પાના નં. ૯ર પર પોતાના મનકલ્પિત બનાવેલા યંત્રમાં છઠ્ઠો ભેદ મધ્યમઉત્કૃષ્ટ નામનો તેમાં સ્તવપ્રણિધાન રહિત ત્રણ થોયની ચૈત્યવંદનામાં. વળી, પાના નં. ૩૧માં “ત્રણ થાયથી ચૈત્યવંદના મૃતક સાધુને પરઠવવાળા સાધુઓને કરવી કહી છે, તો મધ્યમચૈત્યવંદનાનો મધ્યમઉત્કૃષ્ટ ત્રીજો ભેદ છે અને પૂર્વોક્ત નવ ભેદોમાં આ છઠ્ઠો ભેદ છે તો અમે માનતાં નથી.” આવું લખીને તે જ પાના નં. ૩૧ પર કલ્પબૃહદ્ભાષ્યમાં પારિદ્રાવણિયા કાયોત્સર્ગ કરવું અને શાંતિનિમિત્ત સ્તોત્ર કહેવું પરિહાયમાન ત્રણ થોય નિયમ કરીને થાય છે. અજિતશાંતિસ્તવન આદિ ક્રમથી અહીં જાણવું તેવું લખ્યું છે. વગેરે કલ્પભાષ્ય આદિની સાક્ષીઓથી મૃતક સાધુને પરાઠવ્યા પછી ત્રણ થાય અને સ્તોત્ર આદિ નિશ્ચયથી કરવા એવું પોતાના હાથથી લખીને વળી મહાભાષ્યની ત્રેસઠમી