Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૫૭ અર્થ :- ચૈત્યવંદના ત્રણ પ્રકારની કહી છે તે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ ત્રણ કહી તેમાં એક-એકના ત્રણ ભેદ, તેમાં (૧) ઉત્કૃષ્ટ તે જયેષ્ઠ, (૨) મધ્યમ તે વિજયેષ્ઠ અને (૩) જઘન્ય તે કનિષ્ઠ.
(૧) તેમાં એક નમસ્કાર કરી થાય તે કનિષ્ઠજઘન્ય એટલે જઘન્યજઘન્ય નામાં ચૈત્યવંદનાનો પ્રથમ ભેદ. (૨) બેથી લઈ એકસો આઠ નમસ્કાર સુધી યથાશક્તિ નમસ્કાર કરે તે જઘન્યમધ્યમ નામનો બીજો ભેદ. (૩) બહુ નમસ્કાર કરી નમુત્થણે કહેવું તે જઘન્યઉત્કૃષ્ટ નામનો ત્રીજો ભેદ. (૪) ઇરિયાવહિયં, નમસ્કાર, નમુત્થણ, અરિહંત ચેઇયાણ દંડક એક અને એક સ્તુતિ તે મધ્યમજઘન્ય નામે ચૈત્યવંદનાનો ચોથો ભેદ. (૫) ઇરિયાવહિયં, નમસ્કાર, નમુત્થણ, અરિહંત ચેઇયાણ દંડક અને એક થાય વળી લોગસ્સ કહેવાથી મધ્યમમધ્યમ નામા ચૈત્યવંદનાનો પાંચમો ભેદ. (૬) ઇરિયાવહિય, નમસ્કાર, નમુત્થણ, અરિહંત ચેઇયાણ દંડક એક પછી વર્ધમાન અરિહંતચૈત્યનિશ્રિત એક થોય એક શ્લોકની અને લોગસ્સ પછી સવ્વલોએ અરિહંત ચેઇયાણ એ દંડક અને સર્વલોકચૈત્યનિશ્રિત બીજી થોય બે શ્લોકની, પછી પુષ્પરવરદી, અરિહંત ચેઇયાણ અને શ્રતનિશ્રિત ત્રણ શ્લોકની ત્રીજી થોય કહી સિદ્ધાણં બુદ્ધાણંની ત્રણ ગાથા કહેવી અને ત્રણ થોય કહીને પ્રતિક્રમણને અનંત મંગલાર્થ સ્તુતિત્રયના પાઠની જેમ પ્રણિધાનરૂપ ત્રણ શ્લોક કહેવા. મધ્યમઉત્કૃષ્ટચૈત્યવંદના નામનો છઠ્ઠો ભેદ. (૭) શકસ્તવ આદિ સંયુક્ત ઇરિયાવહિયં, નમસ્કાર, નમુત્થણે આદિ પાઠ દંડક, ત્રણ સ્તુતિ, ફરી અરિહંત ચેઇયાણું દંડક અને ત્રણ સ્તુતિ, નમુત્થણે કહેવાથી ઉત્કૃષ્ટજઘન્ય નામનો સાતમો ભેદ થાય. (૮) થોયનું જોડલું કહીને બમણાં અરિહંત ચેઇયાણ દંડક એટલે છ થાય અને બે વાર અરિહંત ચેઇયાણું કહેવાથી ઉત્કૃષ્ટમધ્યમ નામા ચૈત્યવંદનાનો આઠમો ભેદ થાય. (૯) સ્તોત્ર, પ્રણિપાત દંડક, ત્રણ પ્રણિધાન સહિત છ થાય અને બે વાર અરિહંત ચેઇયાણ દંડક કહેવાથી ઉત્કૃષ્ટઉત્કૃષ્ટ નામનો ચૈત્યવંદનાનો નવમો ભેદ થયો.
એ પૂર્વોક્ત નવ પ્રકારથી નવ ભેદથી ચૈત્યવંદના જિનમતમાં આચાર્ણ છે. આગ્રહરહિત પુરુષ જે કાળમાં જેવી ચૈત્યવંદના કરવી યોગ્ય જાણે તે