Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
८४
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ન ગણાય. કારણ કે મહાનિશીથસૂત્રમાં શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ બંને ભેગા ગણેલ નથી. જુઓ આચારદિનકરનો પાઠ :
अथ श्रुतस्तवोपधानं नंदीथयं पूर्ववत् प्रथमे दिने एकभक्तं द्वितीये उपवासं तृतीये एकभक्तं तत्श्रेण्यैव पंचाचाम्लाः तदंते गाथाद्वयस्य वृत्तद्वयस्यापि समकालं वाचना तत्र पंचाध्ययनानि अध्ययनद्वयं गाथाद्वयेन तृतीयाध्ययनं वसंततिलकावृत्तेन चतुर्थाध्ययनं शार्दूलविक्रीडितवृत्तपूर्वार्द्धन पंचमाध्ययनं तदुत्तरार्द्धन इति श्रुतस्तवोपधानं इति षडुपधानानि तथा सिद्धस्तवे प्रथमगाथात्रयस्योपधानं विनैव वाचना शेषा गाथा आधुनिक्य इति ॥
આ પાઠમાં ઉપધાનવિધિમાં શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ સાથે ગણેલ નથી. તો ચોથી થોયનું વેયાવચ્ચગરાણ સાથે ન જ ગણાય. કેમ કે એ ગ્રંથમાં સિદ્ધસ્તવની પ્રથમ ત્રણ ગાથા તો ઉપધાન વિના વાંચવી લખી ને શેષ ગાથા નવીન કહી. તે હિસાબે “વૈયાવચ્ચગરાણ” તો નવીન કહેવાય.
પ્રશ્ન :- ઉપધાનવિધિપ્રકરણમાં શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ સાથે ગણેલ છે કે કેમ?
જવાબ:- ના, પૂર્વાચાર્યકૃત ઉપધાનવિધિપ્રકરણમાં શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ સાથે ગણેલ નથી. પણ ગચ્છ-ગચ્છના (દરેક ગચ્છના) ઉપધાનવિધિપ્રકરણ (જુદાં) છે. તેમાં અરિહંતસ્તવને ચૈત્યસ્તવના ઉપધાનમાં પૌષધ-તપ અને વાચનાના ત્રણેય સાદૃશ્ય પાઠપણાથી એક જ લખે છે. પણ શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવના ઉપધાનમાં પૌષધ-તપ-વાચના પ્રતિક્રમણથુતસ્કંધના ઉપધાનની અપેક્ષા અલગ-અલગ લખે છે. પણ ચૈત્યવંદનસૂત્રની અપેક્ષાએ પૂર્વોક્તન્યાયે લખેલ નથી. તેમ મુજબ સ્વ-સ્વ ગચ્છ સંબંધી ઉપધાનવિધિપ્રકરણાદિકમાં લખે છે. તે પાઠ :
महानिशीथानुसारेण चैत्यवन्दनसूत्रस्य विधिपूर्वं वाचनानुयोगौ सम्यग्दृष्टेः सिद्धो सामायिकाद्यावश्यकसूत्रस्य वाचनानुयोगः देशविरतेस्तु महानिशीथे विशेषोपधानविध्यनिर्देशात् अनुयोगद्वारादौ