Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૧૭ वृद्धसम्प्रदायः आचरणा पुनः उम्मत्थरयहरणेणं किर गमणागमणं आलोइज्जइ ततो इरियावहिया पडिक्कमिज्जइ तओ चेइयाई वंदित्तेत्यादि ।
અર્થ :- ત્યાં જ થંડિલે કાઉસ્સ કરવાથી મૃતક ઉઠાવવા વગેરે દોષ થાય. માટે ગામમાં આવી દેરાસરમાં ચૈત્ય વાંદીને અજિતશાંતિ કહેવી. ત્રણ થોય હીયમાન કહેવી. પછી ગુરુ પાસે આવીને અવિધિ પરઠવવાનો સત્તાવીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો એવો વૃદ્ધ સંપ્રદાય છે. આચરણાથી ઊર્ધ્વ રજોહરણ કરી નિશે ગમણાગમણ આલોઈએ. પછી ઇરિયાવહી પડિક્કમીએ. પછી ચૈત્ય વાંદીએ ઇત્યાદિ આચરણા છે.
હમણાં જે ચાર થોયની આચરણા છે તે પૂર્વોક્ત શાસ્ત્રોથી વિરુદ્ધ છે. વિક્રમ સંવત ૧૪૪૦માં જ્ઞાનસાગરસૂરિજી થયા. તે પણ આવશ્યકઅવચૂરિમાં ત્રણ થોયના વિપર્યય દેવવંદનમાં કહે છે. તે પાઠ :
उद्या. तत्रैव स्थंडिलोपांते कायोत्सगर्गो न क्रियते उत्थानादिदोषसंभवात् तत आगम्य चैत्यगृहे विपर्यस्तं देवान्वंदित्वाऽऽचार्यपार्वेऽविधिपारिष्ठापनिकायाः कायोत्सर्गः क्रियते ॥२६॥ इदं गाथाद्वयं अन्यकृतमव्याख्यातं चेति ॥
જે જગ્યાએ મૃતક વોસિરાવ્યો ત્યાં જ નજીક કાઉસ્સગ્ન કરવાથી મૃતક ઊભું થવાનો દોષ સંભવે. માટે ત્યાંથી આવીને દેરાસરમાં વિપર્યય ચૈત્યવંદન કરવું. એટલે સદા ત્રણ થીય વર્ધમાન કહેતાં હતાં તે હીયમાન કહેવી. પછી આચાર્ય પાસે આવી અવિધિ પરઠવવાનો કાઉસ્સગ કરવો.
માર્યામિ' એ ૨૭મી અને આચરણા એ બે ગાથા ક્ષેપક હોવાથી તેનો અમે અર્થ નથી કહ્યો. સર્વજ્ઞશતકગ્રંથમાં પણ હીયમાન થઈ કહી છે.
આમ, અનેક શાસ્ત્રોમાં મૃતક સાધુ પરઠવવાના અધિકારમાં શાંતિ નિમિત્તે એટલે ઉપસર્ગ હરવાને માટે ત્રણ થાય કહેલ છે. પણ ચાર થોય કહેલ નથી. જો પૂર્વધરના વખતે ચાર થોય હોત તો ચાર થાય જ કરવાનું કહેત. પણ ચાર થાય કહેલ જ નથી એથી પ્રમાણિત થાય છે કે પૂર્વધર વખતે ત્રણ થોય જ હતી.