Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૪૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર થોય પ્રણિધાનરૂપ જાણવી એટલે ત્રણ થોય કહી પ્રણિધાનની ત્રણ થાય કહેવી એ સંપૂર્ણ ચૈત્યવંદનારૂપ જાણવું. સિદ્ધાણં બુદ્ધાણે આદિ ત્રણ થાય જ નહિ, પણ પ્રણિધાન ત્રણ થોય સુધી રહેવાની આજ્ઞા છે. તેથી અહીં કદાગ્રહ મૂકીને પ્રવચનનું ગાંભીર્યપણું છે તેથી પૂર્વાપર વિરોધ ટાળી સર્વ પ્રકારે વિચારવું. કેમ કે ત્રણ થોય આગળ પ્રણિધાનની ત્રણ થોય ન માનીએ તો પ્રણિધાન આગમમાં કહ્યું તે વચન કેમ મનાય ? માટે સંપૂર્ણ વંદના પ્રણિધાન પર્યત ત્રણ થાય સુધી જાણવી.
અહીં કાયોત્સર્ગ અનંતર એટલે જ્ઞાનસ્તવના કાયોત્સર્ગ અનંતર ત્રીજી થોય ત્રણ શ્લોકની છંદવિશેષરૂપથી આધિક્સ કરીને કહી તે પહેલી અરિહંતચૈત્યનિશ્રિત એક શ્લોકની, બીજી સર્વ ચૈત્યનિશ્રિત બે શ્લોકની, ત્રીજી કૃતનિશ્રિત ત્રણ શ્લોકની અથવા પદ અક્ષર આદિકથી આવશ્યકચૂર્ણિ ઉક્ત વર્ધમાન થાય જાણવી તથા સિદ્ધાણં બુદ્ધાણં તેની ત્રણ શ્લોકે થોય કહી તે કોઈક આચાર્ય શ્રુતસ્તવ કાયોત્સર્ગ અનંતર ત્રીજી ચૂલિકા સ્તુતિ કહીને સિદ્ધાણં બુદ્ધાણં કહી બેસીને નમુસ્કુર્ણ-જાવંતિ પ્રમુખ સ્તોત્ર બોલીને પ્રણિધાન પર્યત દેવવંદન કરે છે એ અપેક્ષાએ કહીએ તે પાઠ પ્રસંગે આગળ લખાશે. તથા ધર્મસંગ્રહની જૂની પ્રતમાં ઇક્કો વિ નમુક્કારો વગેરે તૃતીય વાક્યના ઉપર પર્યાય પાઠ, સંઘાચારવૃત્તિનો તેમાં સિદ્ધાણં બુદ્ધાણં આદિ ત્રણ શ્લોક સુધી ઘણા ચૈત્યવંદન માને છે તેના નિરાકરણના અર્થે યાવત્ શબ્દથી નમુસ્કુર્ણ આદિ સ્તોત્ર પ્રણિધાનપર્યત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય. એટલે ત્રણ ધ્રુવ-ધ્રુવ થોય કહી. નમુત્થણે જિનમુનિવંદન પ્રાર્થનાસ્તોત્ર કહી પ્રણિધાન ત્રણ થોય સુધી કહી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના સુધી ઉત્સર્ગે સાધુ દેરાસરમાં રહે અને કોઈ કારણે અધિક પણ રહે. એ પરમાર્થ ગ્રંથકારે જણાવ્યો છે. હવે વિચાર કરવો જોઈએ કે શાસ્ત્રોમાં વિશેષ પ્રકારે વિધિપૂર્વક ચૈત્યવંદનાનો પ્રગટ પાઠ દેખીને પણ જો કોઈ ત્રણ થોયની ચૈત્યવંદનાનો નિષેધ કરે તેને જૈનમતમાં અશ્રદ્ધાળુ સિવાય બીજા કયા નામે બોલાવવો ? અને આવા મોટા મહાશાસ્ત્રોમાં પ્રગટ પાઠ છે તોપણ આત્મારામજીને દેખવામાં આવતા નથી એ કર્મની વિષમ ગતિ નહીં તો બીજું શું કહેવું ?